કરોડોના વિકાસકાર્યોની લ્હાણી:કડીમાં ભૂગર્ભ ગટર, રોડ-રસ્તા સહિતના રૂ. 37 કરોડના 17 કામોનું લોકાર્પણ; 5 કરોડના નવા કામોનું ખાતમુહૂર્ત કરાયું

કડી2 મહિનો પહેલા

કડી શહેરમાં અલગ અલગ વિકાસના કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કાર્યક્રમ આજે મંગળવારે કડી શહેર ખાતે યોજવામાં આવ્યો હતો. કડી નગરપાલિકા દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં રાજ્ય સરકાર દ્વારા તૈયાર થયેલા શોપિંગ સેન્ટર, સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિત ₹. 37 કરોડના સરકાર વિકાસના કામોનું પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સહિતના અગ્રણીઓના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

₹. 37 કરોડના સરકાર વિકાસના કામોનું લોકાર્પણ
કડીના કરણનગર રોડ ઉપર આવેલ મામલતદાર કચેરી પાસે ₹. 5.60 કરોડોના ખર્ચે બનાવવામાં આવેલું વંદે ભારત શોપિંગ સેન્ટર, ₹. 15.50 કરોડના ખર્ચે ગંદા પાણીના નિકાલ માટે દેત્રોજ રોડ પર બનાવેલા સિવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ભૂગર્ભ ગટર લાઇન તથા મામલતદાર કચેરીને જોડતા ₹. 2.60 કરોડના ખર્ચે બનાવેલા માર્ગ સહિત કુલ 17 જેટલા અને 17 કરોડના વિવિધ વિકાસના કામોનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

થોળ રોડથી મામલતદાર કચેરી સુધી જોડતા માર્ગનું નામાંકરણ
કડીમાં સરકાર દ્વારા ₹. 5 કરોડના નવા કામોનું ખાતમુહૂર્ત આજે મંગળવારે સવારે ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ડિસ્ટ્રીક બેન્ક વિનોદભાઈ પટેલ, ધારાસભ્ય કરશનભાઈ સોલંકી, ઉદ્યોગપતિ દિલીપભાઈ પટેલ, પાલિકા પ્રમુખ ભરતભાઈ પટેલ, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ થોળ રોડથી મામલતદાર કચેરી સુધી જોડતા માર્ગનું શેઠશ્રી ડાયાભાઈ પટેલ નામાંકરણ પણ આજના દિવસે નીતિનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કડી એપીએમસીના ચેરમેન રાજુભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ કનુભાઈ, કોર્પોરેટર વિપુલ પટેલ, નિલેષ નાયક, ઉષાબેન પટેલ, હિમાંશુભાઈ તેમજ સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...