ટ્રાફિક સમસ્યા વકરી:કડી શહેરમાં સોમવારથી 3 દિવસ દબાણ હટાવ ઝુંબેશ, નગરપાલિકાએ જાહેર માર્ગો પરનાં દબાણો અંગે માર્કિંગ શરૂ કર્યું

કડી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હંગામી દબાણોથી જાહેર રસ્તા પર ટ્રાફિક સમસ્યા વકરતાં નિર્ણય

કડી શહેરમાં જાહેર માર્ગો પર આડેધડ કરાતાં દબાણોના કારણે ટ્રાફિક સમસ્યા વકરી છે. જેને લઇ પાલિકા દ્વારા આગામી સોમવારથી ત્રણ દિવસ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવાનો નિર્ણય કરાયો છે. વેપારીઓએ દુકાનો આગળ ઓટલા, આડશો, પગથિયાં, શેડ, જાળી બનાવી તેમજ જાહેર માર્ગો પર આડેધડ વાહન પાર્કિંગ અને લારી, ગલ્લા, કેબિન, પાથરણાં જેવા હંગામી દબાણો થતાં જાહેર રસ્તા સાંકડા થઈ ગયા છે.

વારંવાર ટ્રાફિકજામથી પરેશાન વાહન ચાલકો અને રાહદારીઓ અને વેપારીઓની સમસ્યાને હળવી કરવા પાલિકા દ્વારા આગામી 9 થી 11 મે ત્રણ દિવસ સુધી શહેરના તમામ વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાશે. જાહેર માર્ગ પરના કાયમી અને હંગામી તમામ દબાણો દૂર કરી પાલિકા રસ્તાઓ ખુલ્લા કરી શહેરને ટ્રાફિક રહિત બનાવવા પ્રયાસો હાથ ધરાશે.

પાલિકા દ્વારા મંગળવારે શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો પરનાં દબાણોનું માર્કિંગ કરવા સહિત મોટાપાયે દબાણ હટાવ ઝુંબેશનો પ્રચાર પ્રસાર શરૂ કરતાં દબાણ ધરાવતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...