મામલતદાર કચેરીએ આવેદન પાઠવાયું:કડી ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC સમાજ માટે 27% અનામત જાહેર કરવા રજૂઆત

કડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કડી શહેર તથા તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાનાના આગેવાનો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં બક્ષીપંચ-ઓબીસી જ્ઞાતિઓમાં 27% અનામત ફાળવી તેનો અમલ કરવા બાબતે મામલતદાર કચેરીએ આજે મંગળવારે કડી તાલુકા બક્ષીપંચ મોરચાના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત
કડીમાં આવેલ સમર્પિત બક્ષીપંચ સમાજનાં આગેવાનો, હોદ્દેદારો-કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે ગુજરાત સરકાર ઓબીસી સમાજ માટે દરેક સ્થાકી સંસ્થામાં સરપંચ, સદસ્ય, નગરપાલિકા પ્રમુખ, કોર્પોરેટર, મેયર,તાલુકા સદસ્યો,જીલ્લા સદસ્યો, દરેકની ચૂંટણીમાં ઓબીસી સમાજ માટે 27% અનામત રાખવા બાબતે સરકાર અને સમર્પિત આયોગમાં કડી શહેર તથા તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...