વિદ્યાર્થીઓને USAમાં ઇન્ટર્નશીપની તક:કડીની ફેકલ્ટી ઓફ કોમર્સની કોલેજોના 34 વિદ્યાર્થીઓને જોબ પ્લેસમેન્ટ; વિદ્યાર્થીઓને નિમણૂક પત્ર એનાયત કરાયા

કડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી અને કડી સર્વ વિશ્વવિદ્યાલય સંચાલિત ફેકલ્ટી ઓફ કોમર્સ અને ફોનીક્ષ ઇન્સ્ટીટ્યુટ વચ્ચે થયેલા M.O.U અંતર્ગત કડી તેમજ ગાંધીનગરની કોમર્સ કોલેજોના કુલ 34 વિદ્યાર્થીઓને ફોનીક્ષ ઇન્સ્ટીટ્યુટ દ્વારા નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં 650 જેટલા વિદ્યાર્થીઓની હાજરીમાં નિમણૂક પામેલા દરેક વિદ્યાર્થીઓને તેમના વાલીઓ સાથે માનવંતા મેહમાનો દ્વારા નિમણૂક પત્ર આપવામાં આવ્યા.

કડી નાગરિક સહકારી બેંકના CEO મનીષભાઈ પટેલે વિદ્યાર્થીઓને ભવિષ્યની ઉજ્જવળ કારકિર્દી અંગે શુભકામનાઓ પાઠવી હતી. ફોનીક્ષ ઇન્સ્ટીટ્યુટના સહ–સંસ્થાપક વિવેક શાહે ઉષ્માભેર વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ભવિષ્યમાં એકાઉન્ટ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી અંગેની વિશેષ સમજણ આપી, કડી સર્વ વિશ્વવિદ્યાલય સાથે ભવિષ્યના આયોજનો અંગેની માહિતી આપી.

1000થી વધુ વિદ્યાર્થીઓની આ ક્ષેત્રમાં નોકરી અંગેની વિપુલ તકોનું નિર્માણ, બીકોમ ઓનર્સ કોર્સ શરુ કરવાની શક્યતાઓ અને કડી સર્વ વિશ્વવિદ્યાલય ખાતે ફોનીક્ષનું સેન્ટર સ્થાપવાની તૈયારીઓ સાથે વિદ્યાર્થીઓને USAમાં ઇન્ટર્નશીપ અંગેની વિપુલ તકો અંગેની માહિતી આપી. આ સાથે સર્વ વિદ્યાલય સંસ્થાના 34 વિદ્યાર્થીઓ ટ્રેનીંગ પૂર્ણ થયા બાદ માસિક રૂ. 25,000/-ની જોબ શરૂ કરવામાં આવશે. ફોનીક્ષ ઇન્સ્ટીટ્યુટની ભવિષ્યની કામગીરી અને વિદ્યાર્થીઓના રોજગાર અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી.

આ પ્રસંગે માતા-પિતાની હાજરીમાં 34 વિદ્યાર્થીઓને એક સાથે માસિક રૂ. 25,000/- નું જોબ પ્લેસમેન્ટ મળતા હર્ષ અને આનંદ સાથે ગૌરવની લાગણી સર્જાઈ હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે કડી નાગરિક સહકારી બેંકના સી.ઈ.ઓ મનીષભાઈ પટેલ, ફોનીક્ષ ઇન્સ્ટીટ્યુટના સહ –સંસ્થાપક વિવેક શાહ , હર્ષિલ ત્રિવેદી અને અમિતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. સંસ્થાના ચેરમેન વલ્લભભાઈ પટેલે ફેકલ્ટી ઓફ કોમર્સના ઇન્ચાર્જ ડીરેક્ટર ડો. કપિલ ત્રિવેદી, પ્રિ. ડૉ.વિજ્ઞા ઓઝા, જોબ પ્લેસમેન્ટ મેળવનાર વિદ્યાર્થીઓ કોમર્સ વિભાગના કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...