તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યા:કેનાલમાંથી મળેલા કિન્નરનું માથાના ભાગે ગંભીર ઇજાથી મોત થયાનું ખૂલ્યું

કડી18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 15 દિવસ અગાઉ કડીના રંગપુરડાથી દહેગામના કિન્નરની લાશ મળી હતી
 • ઘટનાને અકસ્માતમાં ખપાવવાના ઇરાદે લાશ કેનાલના પાણીમાં નાખી દીધી, પીએમ રિપોર્ટ આધારે કડી પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધ્યો

દહેગામના નાંદોલ ગામના ઠાકોર ભાવેશ ઉર્ફે ભાવિકા (કિન્નર)ની કડીના રંગપુરડા ગામની સીમમાં નર્મદા કેનાલમાં મળેલી લાશ પ્રકરણમાં ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં કિન્નરની હત્યા થઇ હોવાનું ખૂલતાં કડી પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.

રંગપુરડા સીમમાં પાવર હાઉસ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાંથી ગત 18 માર્ચે સ્ત્રીનાં કપડાં પહેરેલી લાશ મળી હતી. જે નાંદોલ ગામના ઠાકોર ભાવેશ ઉર્ફે મંગો ઉર્ફે ભાવિકા (કિન્નર) (24)ની હોવાની ઓળખ થઇ હતી. કડી પોલીસે આ લાશનું અમદાવાદ સિવિલમાં ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું. શનિવારે ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં કિન્નરને માથાના ભાગે ગંભીર ઈજાઓ તથા શરીરે નાની મોટી ઈજાઓ થતાં મોત થયું હોવાનું ખુલતાં કડી પોલીસે મૃતકના કાકા ઠાકોર લાલાજી અંબાલાલના નિવેદન આધારે હત્યાનો ગુનો નોંધી પીઆઈ ડી.બી. ગોસ્વામીએ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો