કાર્યવાહી ચાલુ:રત્નમણી મેટલ્સ અને હેલ્થકેરમાં બીજા દિવસે પણ આઇટીનું સર્ચ

કડી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કડીના ઈન્દ્રાડની સીમમાં આવેલી 2 કંપનીઓમાં સર્ચ
  • મોટી​​​​​​​ માત્રામાં બેનામી હિસાબો મળવાની વકી

મહેસાણા- અમદાવાદ હાઈવે પર કડી તાલુકાના ઈન્દ્રાડ ગામની સીમમાં આવેલી રત્નમણી મેટલ્સ અને રત્નમણી હેલ્થકેર પ્રા.લી. નામની કંપનીમાં આયકર વિભાગની બીજા દિવસે પણ સર્ચ કાર્યવાહી ચાલુ રહેતાં બેનામી હિસાબો મળવાની સંભાવના બતાવાઇ રહી છે.

મંગળવારે રત્નમણી ગૃપ પર આયકર અધિકારીઓએ રેડ પાડતાં ગૃપમાં હડકંપ મચી ગયો હતો. રત્નમણી ગૃપના અમદાવાદ, કચ્છ, છત્રાલ, વાપી સહિત ઈન્દ્રાડ સ્થિત રત્નમણી ગૃપની બંને કંપનીઓ પર મંગળવારથી હાથ ધરાયેલી સર્ચ કાર્યવાહી બુધવારે બીજા દિવસે પણ ચાલુ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...