ભાજપના પ્રચારથી કોંગ્રેસ નિરાશ:કડીમાં ભાજપના ધમધોકાર પ્રચાર સામે કોંગ્રેસમાં હજી પણ આંતરિક વિવાદ; કોંગ્રેસ હાર ભાળી ગઈ હોવાની લોકોમાં ચર્ચા

કડી5 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડી વિધાનસભાના ભાજપના ઉમેદવાર કરશન સોલંકી ડોર ટુ ડોર પ્રચારથી પોતાના વિજય રથને આગળ વધારવા પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસી કાર્યકર્તાઓમાં ભાજપના ધમધોકાર પ્રચારથી હાર ભાળી ગયા હોવાની લોકોમાં ચર્ચા થવા પામી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે જુદા જુદા પક્ષો લોકોનો મિજાજ પોતાની તરફ વાળવા અને જીત મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે કડી વિધાનસભામાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. કડી વિધાનસભામાં ભાજપ ધમધોકાર પ્રચાર કરી રહી છે. જ્યારે કોંગ્રેસમાં આંતરિક વિખવાદને પગલે કાર્યકર્તાઓમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. એક બાજુ સરળ અને સાદગી ભર્યો સ્વભાવ ધરાવતા કરશન સોલંકી લોકોમાં 108ના નામથી જાણીતા ઉમેદવાર છે. જ્યારે બીજી બાજુ ધંધામાં વ્યસ્ત અને આંતરિક વિખવાદમાં કેટલાક કોંગ્રેસી નેતાના જણાવ્યા મુજબ લોબિંગ કરીને ટિકિટ મેળવેલ ઉમેદવાર છે.

લોકોની ચર્ચા મુજબ કડી વિધાનસભામાં ભાજપનું પલડું મજબૂત લાગી રહ્યું છે. કોંગ્રેસમાં હજી આંતરિક વિખવાદ શમ્યો નથી, જેથી પક્ષના જ કેટલાક અંસ્તુષ્ટ તેમને હરાવવા મહેનત કરશે તેવું લોકમુખે ચર્ચા જામી છે. લોકોના જણાવ્યા મુજબ, કોંગ્રેસી ઉમેદવાર થોડાક સમય પહેલા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 10થી 12 ગામમાં હારી ગયા હતા. તો વિધાનસભાની ચુંટણીમાં 60થી વધારે ગામમાં કેવી રીતે જીત મેળવશે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 10થી 12 ગામના મતદારોને કોંગ્રેસ કામગીરી નથી સમજાવી શકી, એ વિધાનસભામાં 60થી વધારે ગામના મતદારોને કેવી રીતે રીઝવી શકશે એ તો પરિણામના દિવસે જ ખબર પડી જશે, તેવી લોકમુખે ચર્ચા જામી છે.

અન્ય સમાચારો પણ છે...