બેઠક:લૂંટના બનાવો રોકવા ફેક્ટરીમાં CCTV કેમેરા અને કામદારોનો ડેટા રાખવા સૂચન

કડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કડીમાં પોલીસની જીનર્સો અને દલાલો સાથે બેઠક : હાઈવે વિસ્તારમાં પોલીસ ચોકી બનશે

કડી શહેરમાં લૂંટ, ધાડના વધી રહેલા બનાવોને લઇ ડીવાયએસપી દેસાઈના અધ્યક્ષ સ્થાને શહેરના જીનર્સો અને દલાલો સાથે બેઠક યોજી સાવધાની પૂર્વક નાણાંની લેવડ-દેવડ કરી ગુનો બનતાં અટકાવવા જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ હાઈવે વિસ્તારમાં પોલીસચોકી બનાવવા કાર્યવાહી ચાલુ હોવાનું ઉમેર્યું હતું. ઉલ્લેખનિય છે કે, 4 દિવસ અગાઉ જ ધોળેદહાડે પેટ્રોલપંપ કર્મી પાસે 15 લાખની લૂંટના પ્રયાસની ઘટના બની હતી, જેમાં કોઇ પકડાયું નથી. શહેરમાં 150 ઉપરાંત જિનિંગો અને ઓઈલ મિલની સિઝન પૂર્ણ થઈ ગયા બાદ બુધવારે માર્કેટયાર્ડ હોલમાં ડીવાયએસપી દેસાઈના અધ્યક્ષ સ્થાને જીનર્સો અને દલાલો સાથે બેઠક યોજી હતી.

માંડ 25 લોકોની હાજરીમાં યોજાયેલી બેઠકમાં ડીવાયએસપીએ દરેક જીનર્સોએ પોતાની ફેક્ટરી યુનિટોમાં ફરજિયાત સીસીટીવી કેમેરા મૂકવા તેમજ જિનિંગ ઓઈલ મિલમાં કામ કરતા દરેક કામદારો અને કર્મચારીઓની ઓળખ, રહેઠાણના પુરાવા સાથેનો ડેટા મેઇન્ટેન રાખવો, નાણાંની લેવડ દેવડ સાવધાની પૂર્વક ફોરવ્હીલરમાં જ કરવી તેમજ કોઈ આશંકા જણાય તો સીધો પોલીસનો સંપર્ક કરવા સમજ આપી હતી. ટ્રાફિકની સમસ્યા નિવારવા રજૂઆત કરતાં ડીવાયએસપીએ શોપિંગ કોમ્પલેક્ષોમાં પાર્કિંગની જગ્યાના અભાવે ટ્રાફિક સમસ્યા ઉભી થતી હોવાનું જણાવ્યું હતું. બેઠકમાં જિનર્સો, દલાલો અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...