યુવકનું મોત:કડીના આદરજમાં મોબાઈલના ઝઘડામાં ઘાયલ યુવકનું મોત

કડી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવકને લોખંડની પાઈપ મારી હતી, હત્યાનો ગુનો નોંધાયો

કડીના આદરજમાં રહેતા કરણ રાવળે બે દિવસ અગાઉ ગામના ઠાકોર રમેશજીને આપેલ મોબાઈલ કે તેના પૈસા માંગતા રમેશજીએ લોખંડની પાઈપ કરણના માથામાં મારતાં મોત થતાં બાવલુ પોલીસે રમેશજી ઠાકોર સામે હત્યાનો ગુનો નોંધી તેને પકડવા કવાયત હાથ ધરી છે.

આદરજમાં રાવળ રમણભાઈ સોમાભાઈ અને તેમનો મોટો પુત્ર કરણ સોમવારે સાંજે ઘરે જતા હતા. દરમિયાન બાપા સીતારામની મઢુલી પાસે રમેશજી ઉર્ફે નેનજી બાદરજી ઠાકોર પાસે કરણ રાવળે તમને બે દિવસ અગાઉ આપેલ મોબાઈલ કાંતો તેના પૈસા આપો મને આપો. તેવુ સાંભળી રમેશજીએ પિત્તો ગુમાવ્યો હતો.

ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા.કરણના પિતા રમણભાઈ વચ્ચે પડી દીકરાને ન મારવા આજીજી કરતા હતા.તે દરમિયાન રમેશજીએ તેના હાથમાં રહેલ લોખંડની પાઈપ કરણને માથાનાં પાછળના ભાગે મારી ફરાર થઈ ગયો હતો.કરણને માથાંમાથી લોહી નીકળતા તેના પિતા ગામના અન્ય યુવાનો સાથે મળી રિક્ષામાં કડી સિવિલમાં સારવાર માટે લઈ ગયા હતા. તબીબે તેને મૃત જાહેર કરતાં બાવલુ પોલીસે રમેશજી ઉર્ફે નેનજી બાદરજી ઠાકોર વિરૂધ્ધ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...