હાલાકી:કડીમાં ઈજાગ્રસ્ત દર્દીઓને મા કાર્ડ કઢાવવા ઊંચકીને લવાય છે

કડીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કડીમાં ઈજાગ્રસ્ત કે ગંભીર બિમારીમાં સારવાર હેઠળ રાખેલ દર્દીઓને મા કાર્ડ કઢાવવા માટે ઉચકી ટીંગાટોળી કરીને કચેરીએ લાવવા પરિવારજનો માટે ભારે હાલાકી થઈ પડે છે.આરોગ્ય વિભાગ દ્વારા આવા દર્દીઓને હાલાકી ન પડે તેવું સુચારૂ આયોજન કરે તો,દર્દીઓના પરિવારજનોની સમસ્યા દૂર થાય. કડી તાલુકાના નંદાસણ ગામે રહેતાં બદરૂનીશા કુરેશીને પગે ફેક્ચર થયું હતુ.જેમને અસહ્ય દુખાવો થતો હોવા છતાં બુધવારે તેમને મા વાત્સલ્ય કાર્ડ કઢાવવા માટે પરિવારજનો ઉચકી ટીંગાટોળી કરીને સવારે તાલુકા પંચાયત કચેરી ખાતે લાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...