• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • In Wadharoda Village Of Kadi, The Phone Was Placed Inside The Parlor And Was Stolen. The Young Man Was Sleeping And The Trafficker Took The Phone

તસ્કરીના કેસમાં સતત વધારો:કડીના વાધરોડા ગામે પાર્લરની અંદર મુકેલો ફોન ગઠિયો લઈ રફુચક્કર; યુવક બાર સુતો રહ્યો ને તસ્કર ફોન ઉઠાવી ગયો

કડી22 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડી તાલુકા તેમજ શહેરની અંદર મોબાઈલ ફોનની હવે સલામતી રહી નથી તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે કડી તાલુકાના વાધરોડા ગામે પાર્લરની અંદર મુકેલા ફોનની ઉઠાંતરી થઈ છે. યુવક બાર સુતો હતો અને મોબાઈલ ચાર્જિંગમાં પડ્યો હતો. ગઠિયો મોબાઈલ ઉઠાવીને રફુ ચક્કર થઈ ગયો હતો. ત્યારે કડી તાલુકાના પોલીસ સ્ટેશન તેમજ કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી હતી.

કડી પંથકમાં હવે વાહન ચોરો તેમજ મોબાઇલ ચોરો બેફામ બની ગયા છે. જેથી રહીશોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે કડી તાલુકાના વાધરોડા ગામે રહેતા ગોપાલ ભરવાડ કે જેઓ પાન પાર્લરની દુકાન ચલાવીને ગુજરાત ચલાવી રહ્યા છે. જે દરમિયાન તેઓ ગામની ચોકડી પાસે પાર્લરમાં હાજર હતા અને તેમનો ફોન ડ્રોવરમાં મુકેલો હતો અને તેઓ કામ માટે બહાર ગયા હતા. જેનો લાભ ઉઠાવી ગઠિયો તેમનો ઓપો કંપનીનો રૂપિયા 21,800નો ફોન ઉઠાવી રફુ ચક્કર થઈ જતા ગોપાલ ભરવાડે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

કડી તાલુકાના નાની કડી વિસ્તારમાં રહેતા પ્રતાપભાઈ પટેલ કે જેઓ પંચામૃત સોસાયટીમાં રહે છે અને મજૂરી કામ કરીને ગુજરાત ચલાવી રહ્યા છે. જે દરમિયાન તેઓ બાર ઓશરીની અંદર સુતા હતા અને ચાર્જિંગમાં ફોન મૂક્યો હતો. જે દરમિયાન તેઓ જાગીને જોતા ચાર્જિંગમાં ફોન પડ્યો ન હતો. જે ગઠિયો તેમનો ઇન્ડેક્સ કંપની નો રૂ. 4000નો ફોન ઉઠાવીને રફુ ચક્કર થઈ ગયો હતો. તેઓએ પણ કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...