આવક:કડી માર્કેટયાર્ડમાં છેલ્લા અઠવાડિયામાં 40 હજાર બોરી ડાંગરની આવક નોંધાઈ

કડી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ.280થી રૂ.400 સુધીના ઉંચા ભાવ પડ્યા,મંગળવારે 9000 બોરીની આવક થઈ

કડી માર્કેટયાર્ડ 9000 બોરી ડાંગરની આવકથી ઊભરાયું હતું. રૂ.280થી લઈ સારા માલના રૂ.400 સુધીના ઉંચા ભાવ પડ્યા હતા. ડાંગરની શ્રી રામ જાતના રૂ.390 થી રૂ.540 સુધીના ભાવ પડ્યા છે. જ્યારે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન 40 હજાર બોરી ડાંગરની આવક થઈ હતી.

દિવાળી બાદ ડાંગરની સિઝન પૂરબહારમાં ચાલુ થઈ છે. રોજિંદા કડી યાર્ડમાં 5000થી વધારે બોરી ડાંગરની આવક થાય છે. મંગળવારે 7700 બોરી ડાંગર અને ડાંગરની શ્રી રામ જાતની 1250 બોરી મળી 9000 બોરી આવક થઇ હતી. કડીના ખાખરિયા ટપ્પા વિસ્તાર સહિત થોળ, આદરજ, બોરીસણા, રંગપુરડા, સાણંદ, સચાણા, વિરમગામ તાલુકાના ખેડૂતો ડાંગરનો પાક વેચવા યાર્ડમાં આવે છે.

કડી એપીએમસી ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, તેમણે બહાર ગામથી આવતાં તેમજ સ્થાનિક ખેડૂત અને મજૂરો માટે યાર્ડમાં અઠવાડિયામાં ત્રણ દિવસ મંગળવાર, બુધવાર અને ગુરૂવાર તેમજ કોટન માર્કેટયાર્ડમાં દર શુક્રવારે કોરોના વેક્સિનના બીજો ડોઝ આપવા કેમ્પનું આયોજન પણ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...