તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:કડી અને વિશોળમાં સરકારી અનાજ કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ

કડી/ઊંઝા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કડીમાં વિજિલન્સ સહિતના અધિકારીઓતપાસમાં જોતરાયા

કડીમાં સરકારી ગોડાઉનમાં ભરેલ અનાજની બોરીઓમાંથી 5 થી 7 કિ.ગ્રા.અનાજની કટકી કરવાના કૌભાંડના અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ પુરવઠા તંત્ર દોડતુ થયુ હતુ. ગાંધીનગર વિજીલન્સ શાખા સહિતના અધિકારીઓની ચાર ટીમો તપાસમા જોતરાઈ હતી.સસ્તા અનાજની દરેક દૂકાને તોલમાપ શાખાના અધિકારીઓને સાથે રાખી તપાસ શરૂ કરાઈ હતી.

જ્યારે ઊંઝા - ઊંઝા તાલુકાના વિશોળ ગામે રાશન ની દુકાનેથી અંદાજિત 500 કાર્ડ ધારકોને અપૂરતો જથ્થો વિતરક પટેલ દિનેશભાઇ કરશનભાઈ લાભાર્થીઓ ને આપતા હોવાની રાવ ગામના જ પટેલ વિષ્ણુભાઇ હરગોવનદાસ એ કરેલ ફરિયાદની રજૂઆત બાદ અહેવાલ પ્રસિદ્ધ થતાં પુરવઠા તંત્ર દોડતું થયું હતું.

નાયબ મામલતદાર - પુરવઠા અધિકારી જે.એસ.સોલંકી સ્ટાફ સાથે સસ્તા અનાજ ની દુકાનમાં તપાસ હાથ ધરી હતી. કડી સરકારી ગોડાઉનમાં અનાજની 50 કિ.ગ્રાની ભરતીની બોરીઓમાંથી ગોડાઉન મેનેજરની રહેમ નજર હેઠળ એક બોરીમાથી બમ્બી મારીને 5 થી 7 કિ.ગ્રા.અનાજની ચોરી કરી અનાજનુ કૌભાંડ આચરાતુ હોવાની દૂકાનદારોએ મામલતદાર અને પુરવઠા અધિકારીઓને ફરિયાદ કરી હોવા છતાં.અનુસંધાન-પેજ-2-પર.

અન્ય સમાચારો પણ છે...