પોલીસે કાર્યવાહી હાથ ધરી:કડીના નંદાસણ ગામે એકટીવા લઈને જઈ રહેલ મહિલા સાથે અભદ્ર ટિપ્પણી કરતા ફરિયાદ નોંધાઈ

કડી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કડી તાલુકાના નંદાસણ મુકામે એકટીવા લઈને જઈ રહેલ મહિલા સાથે ગાળાગાળી કરીને અભદ્ર ટિપ્પણી કરાતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જ્યારે મહિલાએ નંદાસણ પોલીસ સ્ટેશનમાં ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરતા પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કડી તાલુકાના નંદાસણ મુકામે રેતી મહિલા પોતાના પિયર કલોલ ગામે ગઈ હતી અને પોતાના બાળક સાથે કલોલથી પાછી નંદાસણ ઓવર બ્રિજ પાસે પ્રાઇવેટ વાહનમાંથી ઉતરીને તેના ઘરે કામ કરતાં ઈસમને ફોન કરી એકટીવા લઈને લેવા માટે બોલાવ્યો હતો. જ્યાં મહિલા અને તેનું બાળક અને લેવા આવેલો ઈસમ એકટીવા લઈને જઈ રહ્યાં હતા. જેમાં મહિલા એકટીવા ચલાવી રહી હતી. જે બાદ અમુલ દૂધનું પાર્લર પાસે દૂધ લેવા માટે ઊભા રહ્યાં હતા.

તે દરમિયાન રસ્તામાં એક ફન્ટીમાં યુવક તેમજ યુવતીઓ ઉભા હતા. જે દરમિયાન તેઓએ ઉભૂ રાખવાનું ઇશારો કર્યો હતો. જે દરમિયાન મહિલાના પાછળ બેઠેલ ઈસમે મહિલાને જણાવ્યું હતું કે, તમને કોઈક બોલાવે છે. તેમ કહીને મહિલાએ એકટીવા ઉભું રાખ્યું હતું. જ્યાં મહિલાએ ફન્ટી લઈને ઉભેલા ઈસમને કહ્યું કે, તું મને ઓળખે છે? હું તને ઓળખતી નથી, તો મને કેમ ઉભી રાખી. જેવું કહેતા ફન્ટીમાં બેઠેલા સામે જેમ ફાવે તેમ મહિલા સાથે વ્યવહાર કરવા લાગ્યો હતો. જ્યાં ઉગ્ર બોલાચાલી થતા બાદમાં ફન્ટીમાં બેઠેલ છોકરા તેમજ છોકરીઓએ મહિલાની માફી માગી હતી.

તે સમયે નંદાસણનો એક ઈસમ મહંમદ કુરેશી ત્યાં આવી પહોંચ્યો હતો અને મહિલા સાથે અભદ્ર વ્યવહાર તેમજ ગાળાગાળી કરવા લાગ્યો હતો. આ સાથે મહિલાને છાતીના ભાગે ધક્કો મારી અને ગાળાગાળી કરતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. જેથી ઇસમ ત્યાંથી ભાગી છુટ્યો હતો. મહિલાએ સંપૂર્ણ હકીકત પોતાના પતિને જણાવતા મહિલા તેના પતિ સાથે નંદાસણ પોલીસ સ્ટેશનમાં પહોંચી ગઈ હતી અને ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...