ચાર શખસો યુવતીને ઉપાડી ગયા:કડીના ઇન્દ્રાડમાં પતિને​​​​​​​ ધોકા વડે માર માર્યો, પત્નીના હાથ-પગ બાંધીને ઢોર માર મારી અધમુવી હાલત કરી

કડી23 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડી તાલુકાનાં ઇન્દ્રાડ ગામમાં આવેલ રબારી કોલોનીમાં રહેતા ચાર પરપ્રાંતિય યુવકો રાત્રી દરમ્યાન આવી અને જેમ તેમ બોલવા લાગ્યા હતા. ત્યારબાદ મહિલાના પતિને કહ્યું કે, યુવતીને કેમ અમારી સાથે આવવા દેતા નથી અને ધોકા વડે માર માર્યો. કોલોનીમાં રહેતી બે બહેનોએ મહિલાના પતિએ બચાવવા માટે આગળ આવતા તેને પણ ભેગા મળીને માર મારવા લાગ્યા. ત્યાર બાદ મહિલાના પતિને ખેચીને બહાર લઇ જઇ પત્નીના હાથ-પગ બાંધીને અધમુવી હાલતમાં છોડી મૂકી અને તેની સાળીને ઉપાડીને લઈ ગયા હતા.

ઇન્દ્રાડ ગામમાં આવેલ રબારી દિનુભાઈની કોલોનીમાં પરપ્રાંતીય મજૂરો ભાડેથી રહે છે. રાત્રી દરમ્યાન ત્યાં રહેતા રામજીવન યાદવ અને તેના સાથી મિત્રો શિશપાલ યાદવ સહિત 4 ઇસમો કોલોનીમાં ઘુસીને જેમ તેમ બોલવા લાગ્યા હતા. જેથી ફરિયાદીની પત્ની અને તેની સાળી રાતે બહાર જતા બંન્ને જણાને પકડીને ઢસેડીને ખેતરમા લઇ ગયા હતા. થોડીવાર લાગતાં ત્યાં ફરિયાદી તપાસ કરવા નીકળ્યો તો ચાર ઈસમો પત્ની અને સાળીને ખેતરમાં લઇ જતા હતા.

જેથી ફરિયાદીએ બચાવ કરવા માટે જતા તેને ધોકાથી માર માર્યો હતો. ફરિયાદીએ બચાવો બચાવો બૂમ કરતા ત્યાં સોસાયટીમાં ચોરીના બનાવના પગલે રાત્રે ચોપી કરતા લોકો ખેતરમાં દોડી જતા ફરિયાદીની પત્નીને હાથ પગથી દોડાથી બાંધેલી હાલતમાં છોડી તેની સાડીને ઉપાડી ગયા હતા. ફરિયાદી અને તેની પત્નીને ઈજાઓ પહોંચતા તેમને 108 એમ્બ્યુલન્સના મારફતે નંદાસણ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે ચાર સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સાળીને ઉપાડી જનાર ચાર આરોપીના નામ

  1. તિલકસિંહ ફુલસિંહ યાદવ
  2. રાજાબાબુ તિલકસિંહ યાદવ
  3. શીસપાલ ભવાનસિંહ યાદવ
  4. રામજીવન ગ્યાનસિંહ યાદવ
અન્ય સમાચારો પણ છે...