હો રંગ રસીયા ક્યાં રમી આવ્યા રાસ:કડીમાં ખેલૈયાઓએ ગરબાના તાલથી તાલ મેળવી ગરબાની રમઝટ બોલાવી હતી; રંગારંગ અલગ અલગ પહેરવેશ પહેરીને ગરબામાં ઝુમી ઊઠયા હતા

કડી2 મહિનો પહેલા

કડી શહેરમાં અલગ અલગ સોસાયટીમાં પાંચમા નોરતે ખેલૈયાઓ મન મૂકીને નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરી રહ્યાં છે. બે વરસ કોરોનાકાળ બાદ કરણનગર રોડ ઉપર આવેલ રાજદર્શન ફ્લેટમાં ગરબા રસિકો નવરાત્રિ મહોત્સવનો આનંદ માણી રહ્યાં છે. માની ભક્તિ, આરાધના કરીને ગરબા ગાઈને રંગારંગ અલગ અલગ પહેરવેશ પહેરીને ગરબામાં ઝુમી ઊઠયા હતા.

તમારી સોસાયટી કે શેરીના ગરબાના વીડિયો-ફોટો અમને મોકલો અને જોવા ડાઉનલોડ કરો
દિવ્યભાસ્કર એપ...

ગરબાના તાલથી તાલ મિલાવીને ખેલૈયાઓ ગરબે ઝૂમ્યા
કડી શહેરના કરણનગર રોડ ઉપર આવેલ અલગ અલગ સોસાયટીઓમાં પાંચમા નોરતે રંગારંગ નવરાત્રિનો મહોત્સવ જામ્યો હોય તેવું જોવા મળી રહ્યું હતું. કરણનગર રોડ ઉપર આવેલા રાજદર્શન ફ્લેટમાં નવરાત્રિનું સોસાયટીના રહીશો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાંચમા નોરતે ખેલૈયાઓ મન મુકીને વરસી પડ્યાં હતાં. તેમજ ફ્લેટના રહીશો અલગ અલગ પોશાકમાં, યુવક અને યુવતીઓ અલગ અલગ સ્ટેપમાં નવરાત્રિ રંગારંગ મહોત્સવમાં ગરબે રમીને ઝૂમી ઊઠ્યાં હતાં. તેમજ મોડી રાત સુધી ખેલૈયાઓએ ગરબાની મોજ માણી હતી.

અન્ય સમાચારો પણ છે...