તસ્કરોનો તરખાટ:કડીમાં આધેડ વતનમાં જઈ ઘરે આવીને સૂઈ ગયા, સવારે જોયું તો પાર્ક કરેલું બાઈક તસ્કરો ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા

કડી18 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડી તાલુકા તેમજ શહેરની અંદર બાઈક ચોરી ઘરફોડ ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કડીના નાની કડી વિસ્તારમાં આવેલા એક સોસાયટીમાં આધેડ પોતાના માત્રે વતન ગયા હતા. પોતાનું બાઈક લઈને નાનીકડી વિસ્તારમાં એક સોસાયટીમાં ઘર પાસે પાર્ક કર્યું હતું. તેમનું બાઈક જ્યારે સવારે ઊઠીને જોયું તો તસ્કરો લઈને ફરાર થઈ જતા કડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.

કડી તાલુકાના નાની કડી વિસ્તારમાં આવેલી પુષ્પરાજ સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઈ પટેલ જેઓ ખેત મજૂરી કરી પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેઓનું વતન કડી તાલુકાના સોનવડ ખાતે આવેલ છે. મહેન્દ્રભાઈ પટેલ પોતાના વતન સોનવડ ગામે ગયા હતા અને સાંજના સમયે પોતાનું પલ્સર બાઈક નંબર GJ 2 BQ 7354 લઈને પોતાના ઘરે પુષ્પરાજ સોસાયટીમાં આવ્યા હતા. અને પરિવાર સાથે જમી કરીને પરવારીને સુઈ ગયા હતા. જ્યાં તેઓને સવારે બહારગામ જવાનું હોઈ પાર્ક કરેલું બાઈક ઘરની બહાર નજરે ન પડતા આજુબાજુ તેમજ સોસાયટીમાં તપાસ કરી હતી. પરંતુ પોતાના બાઈક પલ્સર બહાર ના મળતા તેઓ કડી પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા. અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...