તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કડીના ભાઉપુરા વિસ્તારમા આવેલ ગોપાલલાલજીની હવેલી નજીક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદાજે એક લાખની મત્તાની ચોરી ગયા હતા. છેલ્લા પંદર દિવસમા કડીના ભાઉપુરા સ્થિત સરદાર પટેલ સોસાયટીમા રહેતા ડૉ.જયંતીભાઈ પટેલના ઘરમાં ધોળા દિવસે લૂંટ કરી તેમની પત્નીની હત્યા અને ડરણ ગામની સીમમા બે કોટન ઈન્ડસ્ટ્રીઝોને નીશાન બનાવી 12.45 લાખની મત્તા ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. શહેરના ભાઉપુરા વિસ્તારમાં જ ગોપાલલાલજીની હવેલી નજીક આરતી એપાર્ટમેન્ટ પાસે ચાલીમા રહેતા ભરતભાઈ સેંઘલ સોમવારે સામાજીક કામ અર્થે ઘર બંધ કરી પરિવાર સાથે મોટી આદરજ ગામે ગયા હતા.
દરમિયાન બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી તાળુ તોડી અંદરથી સોના ચાંદીના દાગીના,ગેસ સિલીન્ડર,એલઈડી ટીવી તથા રોકડા રૂ.25000 મળી કુલ અંદાજે એક લાખની મત્તાની ચોરી કરી લઈ ગયા હોવાનુ મંગળવારે બપોરે ઘરે પરત ફરતા માલુમ પડ્યુ હતુ.જે અંગે ભરતભાઈએ કડી પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.