ચેક રિટર્ન કેસનો ચુકાદો:કડીમાં લોન ધારકને કોર્ટે એક વર્ષની સાદી કેદની સજા ફટકારી; 60 દિવસમાં પૈસા ચુકવણી કરવા હુકમ

કડી15 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડીના કલાલવાસમાં રહેતા ઇમરાનભાઈ ઘાંચીને કડી જ્યુડિશિયલ મેજિસ્ટરની કોર્ટે એક વર્ષની સાદી કેદની સજા તેમજ 60 દિવસની અંદર રૂપિયા ચૂકવવા માટેનો હુકમ કર્યો છે.

ચેકને બેંકમાં ભરતા બાઉન્સ થયો
કડીના કલાલવાસમાં રહેતા ઇમરાન ઘાંચીએ થોડાક વર્ષો અગાઉ શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ લિમિટેડ પાસેથી લોન પેટે રૂપિયા 4,70,000 લીધા હતા. બાદમાં લોન પેટે લીધેલ રૂપિયા ચુકવણી કરી ન શકતા શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા ઇમરાન નામના ઈસમ પાસે વારંવાર ઉઘરાણી કરવામાં આવી હતી. જે બાદ પણ રકમ ભરપાઈ ન કરતા ફાઇનાન્સ કંપની દ્વારા ચેકને બેંકમાં ભરવામાં આવ્યો હતો. પરંતુ ચેક બાઉન્સ થતાં ફાઇનાન્સ કંપની દ્વારા ઇમરાનને નોટિસની પણ બજવણી કરવામાં આવી હતી.

60 દિવસની અંદર પૈસાની ચુકવણી કરવા હુકમ
તેમ છતાં ફાઈનાન્સ કંપનીને ઇમરાન દ્વારા પૈસાની ચુકવણી ન કરતા શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ લિમિટેડ કંપની દ્વારા કડી કોર્ટમાં ઇમરાન ઘાંચી સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ચેક રિટર્નનો કેસ કડી જયું. મેજિસ્ટ્રેટ રીટાબેન બારોટની કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના વકીલ કશ્યપ કે.દવેની દલીલોના આધારે આરોપી ઇમરાન ઘાંચીને એક વર્ષની સાદી સજા ફટકારી હતી અને 60 દિવસની અંદર રૂપિયાની ચુકવણી કરવા હુકમ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...