તસ્કરો સીસીટીવીમાં કેદ:કડીમાં તસ્કરો દુકાનોના તાળા તોડી લાખો રૂપિયાનો મુદ્દામાલ લઈ ફરાર; ચોરી કરતા લાઈવ સીસીટીવી સામે આવ્યા

કડી24 દિવસ પહેલા

શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં તસ્કરોએ કડી તાલુકા તેમજ શહેરની અંદર જ્યારે માઝા મૂકી દીધી હોય તેવું જોવા મળી રહ્યું છે. પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થવા પામ્યા છે. જ્યારે કડી પંથકના લોકો હાલ ભયના ઓઠા હેઠળ જીવી રહ્યાં છે. ત્યારે કડી તાલુકાના કરજીસન તેમજ ઝુલાસણ ગામે ચાર દુકાનોના તાળા તોડી લાખો રૂપિયાનો મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતા નંદાસણ પોલીસ દોડતી થઈ ગઈ છે. તસ્કરો સીસીટીવીમાં કેદ થતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

કડી તાલુકાના ઝુલાસણ અને કરજીસણ ગામે એક જ રાતમાં ચાર દુકાનોના તાળા તૂટ્યા હતા. જ્યાં બંને ગામમાં પાન પાર્લરની દુકાન કરિયાણાની દુકાન અને સહકારી મંડળીમાંથી તસ્કરો તેલ, ઘીના ડબ્બા, કરિયાણું સહિત લાખો રૂપિયાની ચોરી કરી જતા નંદાસણ પોલીસ દોડતી થઈ ગઈ હતી. ત્યારે તસ્કરોએ સહકારી મંડળી ઘંટી તેમજ પાન પાર્લરને નિશાન બનાવ્યા હતા. ત્યારે ઝુલાસણ ગામે રહેતા મહેશભાઈ પટેલની દુકાનમાંથી તેલના ડબા ઘીના ડબ્બા વજન કાટો અને રોકડ રકમની ચોરી થઈ હતી અને ઝુલાસણ ગામના જ બળદેવભાઈ પટેલ કે જેવો ગામની અંદર વ્યવસાય કરે છે અને પોતાની ઘંટી છે. જ્યાં તસ્કરોએ કંટીની દુકાનમાં પણ હાથ ફેરો કરી રફુચક્કર થઈ ગયા હતા.

જ્યાં કડી તાલુકાના કારજીશણ ગામે રહેતા રબારી વિનોદભાઈ કે જેઓ ગામની અંદર રહે છે અને પાન પાર્લર તેમજ કરિયાણાની દુકાનનો ધંધો અને વ્યવસાય કરી રહ્યા છે. જેઓ જ્યારે પોતાના ધંધાર્થે આવ્યા તો દેખ્યુ તો તેમના દુકાનનું લોક તૂટેલું જોયું હતું. જ્યાં અંદર તપાસ કરતાં તેલ ઘીના ડબ્બા તેમજ ચા ના પેકેટ, ગોળના રવા તેમજ રોકડ રકમની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું અને જે હોય તપાસ કરતા ગામના જ દિનેશભાઈ તેમજ દશરથભાઈની સહકારી મંડળીના લોક તૂટ્યા હોવાનું માલુમ થયું હતું. જ્યાં બંનેની દુકાનમાંથી લોકલ રકમ તેમજ અન્ય મુદ્દામાલ લઈ તસ્કરો ફરાર થઈ ગયા હતા. જ્યાં સમગ્ર મામલે નંદાસણ પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યાં નંદાસણ પોલીસ દોડતી થઈ ગઈ હતી.

કડી તાલુકાના ઝુલાસણ અને કરજીસણ ગામે ચાર દુકાનોના લોક તૂટતા સમગ્ર વિસ્તાર ભયના ઓઠા હેઠળ જીવી રહ્યો છે. ત્યારે કરજીસણ ગામના અંદર લગાવેલા સીસીટીવી કેમેરામાં તપાસ કરતા બે સ્વીફ્ટ ગાડી આવી રહી છે અને છ ઈસમો ગાડીના અંદરથી ઉતરતા જોવા મળી રહ્યા છે. જ્યાં સમગ્ર મામલે નંદાસણ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...