ડ્રાઇવર ટ્રક લઈને રફુચક્કર:કડીમાં ડ્રાઇવરને ઇન્દૌરની ટ્રીપ મારવા માટે મોકલ્યો, ડ્રાઇવર ટ્રક લઈને રફુચક્કર થઈ ગયો

કડી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડીમાં ક્રાઈમનો વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે ઘરફોળ ચોરી જેવી અનેક અનેક ચોરીઓ શહેર તેમજ તાલુકાની અંદર સામે આવી છે. ત્યારે કડીમાં ટ્રાન્સફોટ માલિકે ડ્રાઇવરને ટ્રીપ મારવા માટે ઇન્દૌર ખાતે રોકડ રકમ આપીને મોકલેલો હતો. પરંતુ ડ્રાઇવર રોકાણ રકમ સાથે ટ્રક લઈને રફુચક્કર થઈ જતા કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

કડીમા ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા અઝરુદ્દીન રાઉમા કે જેઓ કડી ગાંધી ચોક ખાતે રહે છે અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરીને પોતાનું તેમ જ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. જેની ટ્રક નંબર GJ 1 JT 3738 કડી નંદાસણ રોડ ઉપર આવેલ દૂધ સાગર ડેરી પાસે મુકેલ હતી. જ્યાં તેઓને ઇન્દૌર ખાતેની વર્ધી આવતા તેઓએ તેમની પાસે ડ્રાઇવર તરીકે નોકરી કરતા ફતેપુરા ઉત્તર પ્રદેશનો રહેવાસી જમીલ ખાનને વર્ધી મારવા માટે ટ્રક લઈને ઇન્દૌર માટે મોકલેલો હતો.

કડીમાં ટ્રક માલિકે ઇન્દૌર ખાતે પોતાની માલિકીની ટ્રક લઈને ડ્રાઇવરને ઇન્દોર ખાતે રૂપિયા 1 લાખ 80 હજાર આપ્યા હતા અને ઇન્દોર ખાતે દૂધ સાગર ડેરીથી ટ્રક લઈને ડ્રાઇવર ઇન્દોર ખાતે નીકળ્યો હતો. જ્યાં ત્રણ ચાર દિવસ થતાં તેઓએ ડ્રાઇવરનો સંપર્ક કર્યો હતો, પરંતુ ડ્રાઇવરનો સંપર્ક ન થતાં તેઓએ કડી પોલીસ સ્ટેશન ખાતે દોડી આવીને ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...