કડીમાં 'તું તારા પિયરેથી પૈસા લઈને આવ' તેમ કહીને 2 બાળકો સાથે પરિણીતાને ઘરેથી કાઢી મુકી, અંતે દીકરીએ પોલીસનો સહારો લીધો છે.
કડીના વણસોલ ગામે પરિવારે પોતાની દિકરીને આશરે 8 વર્ષ પહેલા સમાજના રીત રિવાજ પ્રમાણે ગાંધીનગર જિલ્લાના ઉવારસદ ગામે પરણાવી હતી દિકરી સાસરે હતી, ત્યારે તેના પરિવારજનો વણસોલ ગામની દિકરીને કરિયાવર અને દહેજની માંગણી કરી મારઝુડ કરતા કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
કડી તાલુકાના વણસોલ ગામે રહેતા હિરાજી ઠાકોરે પોતાની દિકરીને આજથી 8 વર્ષ પૂર્વે સમાજના રીતરિવાજ પ્રમાણે ગાંધીનગર જિલ્લાના ઉવારસદ ગામે રહેતા રાહુલજી ઠાકોર સાથે પરણાવીને સાસરે મોકલી હતી. જ્યારે પરિણીતાનો ઘરસંસાર થોડાક વરસો સારો ચાલ્યો પરંતુ બાદમાં સાસરિયા તરફથી દહેજની માગણી અને કરિયાવર કેમ ઓછો લાવી છે તેમ કહીને મેણાં ટોણાં મારવાનું શરૂ કર્યું હતું અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને તું તારા પિયરેથી પૈસા લઈને આવ તેમ કહીને માર મારીને 2 બાળકો સાથે ઘરેથી કાઢી મુકતા વણસોલ તેના પિયર આવીને સમગ્ર હકીકત માતા પિતાને કહેતા માતા પિતાએ દીકરીને કડી પોલીસ સ્ટેશને લાવીને રાહુલજી ઠાકોર રે. ઉવારસદ જિલ્લો ગાંધીનગર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.