કચરાપેટી હટાવવા બાબતે પ્રમુખને ફટકાર્યો:કડીમાં 'તું સોસાયટીનો પ્રમુખ એટલે દાદા થઇ ગયો' તેમ કહીને લોખંડની પાઈપ દ્વારા હુમલો

કડી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રમુખને હાથ ઉપર લોખંડની પાઈપ વાગતા ઈજાગ્રસ્ત

કડીમાં આવેલ ઉદ્યોગનગર પાસે અલ કૌશર સોસાયટીના પ્રમુખ સોસાયટીમાં કચરાપેટી સોસાયટીમાં છે કે નહીં તે ચેક કરવા ગયા હતા. તે દરમિયાન સોસાયટીના બે ઈસમોએ પ્રમુખ પર હુમલો કરતા કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

કડીના નંદાસણ રોડ ઉપર આવેલ ઉદ્યોગનગર વિસ્તાર પાસે અલ કૌસર સોસાયટીના પ્રમુખને સોસાયટીના કેટલાક રહીશોએ કહ્યું હતું કે આપણી સોસાયટીમાં નગરપાલિકા દ્વારા મૂકેલ કચરાપેટી નથી તે દરમિયાન સોસાયટીના પ્રમુખ અબ્બાસભાઈ અનવરભાઈ મીરાજ જે સ્થળ ઉપર કચરાપેટી પડી રહેતી હતી. તે જોવા માટે ગયા હતા પરંતુ કચરાપેટી ન હોવાથી તેમની આજુબાજુ તપાસ કરતા કચરાપેટી મળી ન આવી. તે દરમિયાન સોસાયટીમાં રહેતા આયશાબેન મારફતિયા ત્યાં આવી પહોંચ્યા હતા અને પ્રમુખ સાથે ગાળાગાળી કરી હતી.

મારા ઘરઆંગણે કચરા પેટી કેમ મૂકી એ બાબતે થયો ઝઘડો
મહિલા તરફથી અપશબ્દો કહેતા પ્રમુખે કહ્યું હતું કે તમે મારા બહેન સમાન છો મહેરબાની કરીને અપશબ્દોનો ઉપયોગ ન કરો. સોસાયટીમાંથી કચરાપેટી ગુમ થયાની ફરિયાદ બાદ પ્રમુખ ત્યાં પહોંચ્યા હતા પણ મહિલાએ પોતાના ઘર આગળની કચરાપેટી હટાવી લીધી હતી. મહિલાએ કહ્યું- મેં નગરપાલિકામાં પણ ફોન કરી કહ્યું છે કે અહીં કચરાપેટી મૂકશો નહીં તો કેમ મૂકો છો? આ બાબતે જવાબ આપતા સેક્રેટરીએ કહ્યું કે અહીં વર્ષોથી કચરાપેટી પડી રહે છે તમે હટાવો તો રહીશોને તકલીફ પડશે. આટલુ કહેતા જ આયશાબેનનો દીકરો શાહિદ મારફતિયા ત્યાં આવીને સોસાયટીના પ્રમુખ અબ્બાસભાઈને કહેવા લાગ્યો કે તું સોસાયટીનો પ્રમુખ એટલે દાદા થઇ ગયો છે અને પ્રમુખના હાથ ઉપર લોખંડની પાઈપ મારી દીધી. બાદમાં સોસાયટીના લોકો દોડી આવ્યા હતા અને છુટા પાડયાં હતા. પ્રમુખ અબ્બાસભાઈએ કડી પોલીસ સ્ટેશનમાં બે ઈસમો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...