ચાઈનીઝ દોરીના વેચાણ પર લાલ આંખ:કડીમાં ઘરની અંદર ચાઈનીઝ દોરીનો વેપાર કરતો ઈસમ ઝડપાયો; સ્થળ ઉપરથી 24,000ની પ્રતિબંધિત ચાઈનીઝ દોરી જપ્ત

કડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કડી તાલુકા તેમજ શહેરની અંદર પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપલો બેફામ ચાલી રહ્યો છે. ત્યારે કડી પોલીસે લાલ આંખ કરી હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે કડી પોલીસે નાની કડી વિસ્તારમાં આવેલા સોસાયટીમાં ઘરની અંદર પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વ્યાપાર કરતા ઈસમને પકડીને 24,000ની દોરી ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ઉતરાયણનો તહેવાર આવે એટલે એક મહિના પૂરતો પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ તંત્ર દ્વારા લગાવી દેવામાં આવે છે, પરંતુ ચાઈનીઝ દોરીનો વેપલો કરતા મોટા ગજાના વેપારીઓ અંદરખાને ચાઈનીઝ દોરીનું વેચાણ ચાલે છે. ત્યારે કડી પોલીસ પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન જગાતનાકા પાસે પહોંચતા ખાનગી રહે બાદમી મળી હતી કે, કડી તાલુકાના નાની કડી વિસ્તારમાં આવેલ શ્રી રામ સોસાયટીમાં રહેતો રાજ પટેલ કે પોતાના ઘરની અંદર પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપાર કરી રહ્યો છે અને જે પ્રવૃત્તિ હાલ ચાલી રહી છે. પોલીસે બાતમીની ખરાઈ કરીને સ્થળવાળી જગ્યા ઉપર રેડ કરી હતી અને રાજ પટેલને ઝડપી પાડ્યો હતો અને તેની જોડેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 120 રીલ જપ્ત કર્યા હતા. પોલીસે રૂ. 24,000નો મુદ્દામાલ કબજે કરીને ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...