ભાવમાં ઉછાળો:કડીમાં એરંડાએ 1500ની સપાટી વટાવી રૂ. 1535ના ભાવ મળતાં ખેડૂતો હરખાયા

કડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 5 દિવસમાં એરંડાની 44 હજાર બોરી આવક થઈ
  • માલની આવક ઘટતાં ભાવમાં રૂ.50નો ઉછાળો આવ્યો

ચાલુ વર્ષે એરંડાના ઉંચા ભાવ જળવાઈ રહેતાં કડી માર્કેટયાર્ડમાં એપ્રિલ અને મે મહિનામાં વિપુલ આવક નોંધાઈ હતી. શુક્રવારે એરંડાના ભાવમાં રૂ.50ના ઉછાળા સાથે રૂ.1500ની સપાટી વટાવ્યા બાદ શનિવારે વધીને રૂ.1535 સુધીના એક મણના ઐતિહાસિક ભાવ મળતાં ખેડૂતોમાં આનંદ છવાયો હતો.

કડી યાર્ડમાં છેલ્લા પાંચ દિવસથી એરંડાની 44 હજાર બોરી આવક નોંધાઈ હતી. પરંતુ આવક અડધી થઈ જતાં ભાવમાં રૂ.50નો ઉછાળો જોવા મળ્યો હતો. એરંડાના એક મણના રૂ.1480-85 સુધીના ભાવ પાંચ જ દિવસમાં રૂ.50ના ઉછાળા સાથે રૂ.1500ની સપાટી વટાવી શનિવારે રૂ.1535 સુધીના ખેડૂતોને મળ્યા હતા. એરંડાના ચાલુ વર્ષે ઉંચા ભાવ જળવાઈ રહેતાં વેચાણ વધ્યું હોવાનું માર્કેટયાર્ડ ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...