કડી શહેર તેમજ તાલુકાની અંદર 26 કિલોમીટરથી વધારે નર્મદા કેનાલનો ભાગ આવેલો છે. જેમાં અનેક વખત લાસો તરતી જોવા મળતી હોય છે. ત્યારે કડી શહેર થોળ રોડ ઉપર આવેલા માઇનોર કેનાલમાં નાહવા પડેલા યુવકનું કેનાલમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પરિવાર ઘેરા શોકમાં
કડી થોળ ઉપર આવેલી સુખ, શાંતિ, સમૃદ્ધિ રેસીડેન્સીમાં રહેતા વિરેન્દ્રસિંહ સોલંકી જેવો દેત્રોજ તાલુકાના સુજાતપુરા ગામના રહેવાસી છે. તેઓ સાંતેજ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરીને પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે તેમનો એકના એક પુત્ર શનિવારના દિવસે મિત્રો સાથે થોળ રોડ પર આવેલી સૌરાષ્ટ્ર-કચ્છ તરફ જતી મુખ્ય નર્મદા કેનાલમાંથી વિડજ તરફ જતી માઇનોર કેનાલમાં નાહવા માટે ગયેલો હતો. જ્યાં તેનું ડૂબી જવાથી મોત નીપજતા સમગ્ર પરિવાર શોક મગ્ન બની ગયો હતો.
સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો
કડી થોળ ઉપર રહેતા વિરેન્દ્રસિંહ સોલંકીનો એકના એક પુત્ર નગીરજસિંહ સોલંકી ઉંમર વર્ષ 19 કે જેઓ જેતપુરા કંપનીમાં નોકરી કરે છે અને આજે ચાર મિત્રો સાથે વિડજ તરફ જતી માઇનોર કેનાલમાં નાહવા માટે ગયા હતા. જ્યાં એકાએક નગીરજસિંહ સોલંકી કેનાલમાં ડૂબાવા લાગ્યો હતો. જ્યાં સાથે રહેલા મિત્રોએ બુમાબુમ કરતા આજુબાજુના લોકો આવી ગયા હતા, પરંતુ યુવક બચી ન શક્યો... જ્યાં સાથે આવેલા અન્ય મિત્રોએ યુવકના પિતાને જાણ કરી હતી અને જ્યાં ઘટનાની જાણ થતા પિતા સહીત પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બાદમાં યુવકને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ યુવક બચી ન શક્યો હતો અને તેનું કરુણ મોત નીપજ્યું હતું. યુવકનું મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. જ્યાં પરિવારમાં એકનો એક દીકરો અને જવાન જોત દીકરાનું કેનાલમાં ડૂબી જવાથી મોત થતા સમગ્ર પરિવાર શોક મગ્ન બની ગયો હતો. જ્યાં ઘટનાની જાણ કડી પોલીસને કરવામાં આવી હતી અને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.