અચાનક મશીનની અંદર હાથ આવી ગયો:કડીમાં ટેકનોવા કંપનીમાં કામ કરતો યુવક મશીનમાં આવી જતા ગંભીર ઇજાઓ પહોંચી; સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો

કડી23 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડી તાલુકાના રાજપુર સીમમાં આવેલા ટેકનોવા કંપનીની અંદર કામ કરતો યુવક અચાનક મશીનમાં આવી જતા લોકો દોડી આવ્યા હતા. યુવકને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં વધુ સારવાર માટે ગાંધીનગર એપોલો હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. નંદાસણ પોલીસે હાલ કાર્યવાહી હાથ ધરી હતી.

કડી તાલુકાના રાજપુર સીમમાં આવેલા ટેકનોવા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અરવિંદ કે જે ફતેપુરા ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. એક મહિના પૂર્વેજ કંપનીની અંદર નોકરી લાગ્યો હતો. જે દરમિયાન તે કંપનીના અંદર કામ કરી રહ્યો હતો અને અચાનક જ મશીનની અંદર હાથ આવી ગયો હતો. તે મશીનની અંદર ખેંચાઈ ગયો હતો. જ્યાં ઘટના બનતા કંપનીમાં કામ કરતા લોકો આવી પહોંચ્યા હતા. કંપનીમાં કામ કરતા સિક્યુરિટી તેજસિંગને ટેલીફોનિક જાણ કરવામાં આવી હતી. અરવિંદને ગંભીર રીતે ઈજાઓ પહોંચતા તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં અરવિંદને ખૂબ જ ઇજાઓ પહોંચતા તેને ગાંધીનગરની એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. નંદાસણ પોલીસે હાલ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...