કડી તાલુકાના બુડાસણ ગામે બહારગામથી આવેલા બે ઈસમોએ પતંગ ચગાવતા યુવાનને છરી વડે હુમલો કરાતા યુવાનને છ ટાંકા આવ્યા. જેઓને કડીની ભાગ્યદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બે ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.
કડી તાલુકાના બુડાસણ ગામ ખાતે આવેલી શક્તિ કૃપા સોસાયટીમાં રહેતા યોગેશ કે જેઓ નોકરી કરે છે અને પરિવાર સાથે સોસાયટીમાં જ રહે છે. જ્યાં આજે ઉત્તરાયણનો તહેવાર હોવાથી શક્તિ કૃપા સોસાયટીમાં તેમના ઘરની સામે જ રહેતા તેમના ફઈના ઘરે પતંગ ચગાવવા માટે ધાબા ઉપર ગયા હતા જ્યાં તેમના ફઈના દીકરા અને તેઓ પતંગ ચગાવીને બપોરે જમવા માટે નીચે આવ્યા હતા. જ્યાં જમીને બંને ભાઈઓ ધાબા ઉપર ફરીથી પતંગ ચગાવવા માટે ગયા હતા. જ્યાં સંજય અને સુરજ ધાબા ઉપર જ હાજર હતા અને અપશબ્દો બોલતા હતા. જેથી તેમને અપશબ્દો બોલવાની ના પાડી યોગેશે તેમને નીચે જતી રહેવાની સલાહ આપી હતી.
કડીના બુડાસણ ગામ ખાતે રહેતા યોગેશ પોતાના ભાઈના ઘરના ધાબા ઉપર તેઓ અને તેમના ભાઈપતંગ ચગાવતા હતા. જે દરમિયાન બે ઈસમો આવી પહોંચ્યા હતા અને અપશબ્દો બોલતા યોગેશે નીચે જવાનું કહેતા બંને જણા ઉશ્કેરાઈ જઈને અપશબ્દો બોલવા લાગ્યા હતા અને બંને ઈસમોએ યોગેશ ઉપર હુમલો કરી નાખ્યો હતો. જ્યાં તેઓના હાથના ભાગે ઇજાઓ પહોંચી હતી. જ્યાં ઝઘડો થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને પ્રાઇવેટ વાહનની અંદર કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં યોગેશને હાથની કુણીના ભાગે છ ટાંકા આવતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ દોડી આવી હતી અને બે ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.