કડી પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોરી, લૂંટ, હત્યા જેવી ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કડી છત્રાલ હાઈવે ઉપર આવેલ ગાર્ડન વિલા સોસાયટીમાં એક જ રાતમાં બે મકાનોના તાળા તૂટતા ચકચાર વ્યાપી ગયો હતો.
મકાનનું તાળું તૂટ્યું હોવાની બાજુમાં રહેતા પાડોશીએ ફોન કરીને જાણ કરી
કડી છત્રાલ હાઈવે ઉપર આવેલ ગાર્ડન વિલા સોસાયટીમાં મકાન નં 106માં રહેતા અતુલભાઈ નરોતમભાઈ પટેલ પોતે શિક્ષક છે. જેઓ પોતાના બાળકોને ભણાવવા માટે અમદાવાદ છેલ્લા 6 મહિનાથી ગયાં હતા અને અઠવાડિયામાં બે- ત્રણ વાર ગાર્ડન વિલા સોસાયટીમાં પોતાના ઘરે આવતા હતા. તેમના મકાનનું તાળું તૂટ્યું હોવાની જાણ તેમને સામેની બાજુ રહેતા પાડોશીએ ફોન કરીને જાણ કરી હતી કે તમારા ઘરની લાઈટો ચાલુ છે અને તમારા ઘરની અંદર ચોરી થઈ છે. તેવું કહેતાં અતુલભાઈ પટેલ કડી પોતાના ઘરે પરિવાર સાથે દોડી આવ્યાં હતા અને ઘરની તલાશી લેતા રૂમની અંદર બધું વેરવિખેર પડેલું હતું. ઉપરના માળે પણ બધું વેરવિખેર પડેલું જોયું હતું અને રૂમની અંદર રહેલ કબાટ પણ તુટેલી હાલતમાં તથા ખુલ્લા જોતાં તેમણે તલાસી કરતાં કબાટમાં મુકેલા સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.
પોલીસ ન આવતા મકાનમાલિકોમાં પોલીસ પ્રત્યે કચવાટ
આજુબાજુ તલાસી લેતા તેમને માલૂમ પડયુ હતુ કે ગાર્ડન વિલા સોસાયટીમાં મકાન નંબર 70માં રહેતા હેતલબેન જીતેન્દ્રભાઈ પટેલના ઘરે પણ લોગ તૂટ્યાના સમાચાર મળ્યાં હતાં. પરંતુ હેતલબેન પરિવાર સાથે ઘરે જતાં પણ તેમને રાત્રે અઢી વાગ્યાના અરસામાં ખખડાટ થતાં તેઓ લોકો જાગી ગયા હતા અને તસ્કરો ત્યાંથી ભાગી છૂટી હતા. ત્યારે અતુલભાઈએ કડી પોલીસ સ્ટેશનમાં જઈને પોતાના ઘરે ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું. પરંતુ બપોરના બે વાગ્યા સુધીમાં પોલીસ ન આવતા મકાનમાલિકોમાં પોલીસ પ્રત્યે કચવાટ અનુભવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.