હુમલો:ચારોલ ગામે બાઇક આંટાફેરાની અદાવત રાખી યુવકને છરી મારી

કડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવકને મારમારી બંને યુવકો નાસી ગયા

કડીના ચારોલમાં રાવળ મનોજ નામના યુવકને ગામના જ બે યુવકોએ બાઈક લઈને આંટા મારવા બાબતા બોલાચાલી કરી રાવળ યુવકને છરી મારી તેમજ ધોકાથી મારતાં કડી પોલીસે બે યુવકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચારોલમાં રહેતા રાવળ મનોજ પ્રહલાદભાઈને રવિવારે કંપનીમાં રજા હોઈ ઘરે હતો. સાંજે ગામમાં મેલડી માતાજી મંદિરે દર્શન કરી ઘરે પરત જતો હતો. તે દરમિયાન બસ સ્ટેન્ડ પાસે બેઠેલ ગામના ઠાકોર વિજયજી જવાનજી અને ઠાકોર અજયજી ગાભાજીએ મનોજને કેમ ગામમાં બાઈક લઈને આંટા ફેરા મારે છે.તેમ કહી મનોજને વિજયે તેની કેડમાંથી છરી કાઢી મનોજને હાથે છરી મારી હતી.અજયે ધોકા વડે માર માર્યો હતો.નીચે પડી જતા મનોજને બંને યુવકોએ ગડદાપાટુનો મૂઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. કડી પોલીસ મથકના હે.કો.સુહાસકુમારે મનોજના નિવેદન આધારે બંને યુવકો વિજયજી અને અજયજી સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...