ખેતરમાં કંકોડા વીણવા બાબતે થઈ બબાલ:કડીના આલુસણા ગામે 'અહીં કંકોડા વીણવા કેમ આવ્યા છો' તેમ કહીને 2 મિત્રોને ઢોર માર મારવામાં આવ્યો

કડી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક ઇસમને માથાના ભાગે 6 ટાંકા આવ્યા

કડી તાલુકાના આલુસણા ગામે સાદરાના બે મિત્રો ખેતરમાં કંકોડા વીણવા ગયાં હતાં. ત્યારે પિતા પુત્રએ કંકોડા વીણવા આવેલા બે મિત્રોને ઢોર માર મારતા એકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

કંકોડા વિણવા બાબતે ઢોર માર માર્યા
કડી તાલુકાના સાદરા ગામે રહેતા બે મિત્રો કડી તાલુકાના આલુસણા ગામે કંકોડા વીણવા ગયાં હતાં. ત્યારે બે મિત્રો કંકોડા વીણતાં હતાં તે સમયે આલુસણા ગામના પિતા પુત્રએ બે મિત્રો ઉપર હિંસક હુમલો કર્યો હતો. સાદરાના પિન્ટુજી ઠાકોર અને તેમના મિત્ર હમીરજી ઠાકોર બપોરના સમયે કડીના આલુસણા ગામે કંકોડા વીણવા ગયાં હતાં. તે સમયે બંને મિત્રો કંકોડા વીણતાં હતાં ત્યારે આલુસણા ગામના લાભુજી ઠાકોર અને તેમના પિતા જવાનજી ઠાકોર ત્યાં આવી પહોંચ્યાં હતાં અને કહેવા લાગેલ કે અહીંયા કંકોડા કેમ વીણો છો? અહીંયા કંકોડા વીણવા આવવાનું નહીં તેમ કહીને પિતા પુત્રએ આ બંન્ને મિત્રો ઉપર હિંસક હુમલો કર્યો હતો જ્યારે સાદરાના પિન્ટુજી ઠાકોરને માથાના ભાગે લાકડી વાગતાં તેઓ ઈજાગ્રસ્ત થયા હતા અને કડીની નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા તેઓને માથાના ભાગે 6 ટાંકા આવ્યા હતા.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
પિન્ટુજી ઠાકોરે કડી પોલીસને જાણ કરતાં પોલીસ આવી પહોંચી હતી અને પિન્ટુજીએ પિતા-પુત્ર ઉપર ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી

અન્ય સમાચારો પણ છે...