નજીવી બાબતે હુમલો:અગોલ ગામે ખેડૂતે જુવાર વાવેલા ખેતરમાં બકરીઓ ચરાવવાની ના પાડતા ઈસમે લાકડી વડે માર માર્યો

કડી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાકડી વડે હુમલો કરી અને મૂઢમાર મારી ઈસમ ભાગી છૂટ્યો

કડી તાલુકાના અગોલ ગામે જુવાર વાવેલા ખેતરમાં બકરીઓ ચલાવવાની ના પાડતાં બકરીઓ લઈને આવેલા શખ્સે ખેડૂત પર લાકડી વડે હુમલો કરતા ખેડૂત ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે ખેડૂતે બાવલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી હતી.

ઈસમ લાકડીથી હુમલો કરી નાસી છૂટ્યો
કડી તાલુકાના અગોલ ગામે નિકિનભાઇ હુસેનભાઇ ખોખર કે જેઓ પોતાના ખેતરમાં હાજર હતા તે સમયે અગોલ ગામનો વતની સાહિલ રાઠોડ પોતાની બકરીઓ લઈને આવ્યો હતાં અને નિકિનભાઈના ખેતરમાં બકરીઓ લઈ જતો હતો. તે સમયે ખેડૂતે કહેલું કે અમારા ખેતરમાં જુવાર વાવેલી છે તો તમારી બકરીઓ અમારા ખેતરમાં લાવશો નહીં અને બકરીઓને બહાર નિકાળો. આમ કહેતાં બકરીઓ લઈને આવેલા ઈસમે ઉશ્કેરાઈ જઈને ખેડૂત માલિક સાથે ગાળાગાળી કરી હતી. ત્યારે ખેડૂતે ગાળાગાળી કરશો નહીં, મારા ખેતરમાં જુવાર વાવેલી છે તેથી જો બકરીઓ ઘુસી જશે તો અમારા ખેતરમાં વાવેલી જુવારને ભારે નુકસાન પહોંચશે એમ કહેતાં બકરીઓ લઈને આવેલા સાહિલ રાઠોડે હાથમાં રહેલી લાકડીથી ખેડૂત ઉપર હિચકારો હુમલો કર્યો હતો અને મૂઢ માર મારીને ત્યાંથી બકરીઓ લઈને નાસી છૂટ્યો હતો.

પોલીસે ફરીયાદ નોંધીને આગળની કાર્યવાહી કરી
ત્યારે ખેડૂતે ગામના અકબર ભાઈને ફોન કરીને જાણ કરતાં તેમના ભાઈ અને તેમના પિતા ખેતરે દોડી આવ્યાં હતા અને ખેડૂતને કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ખેડૂતે બાવલુ પોલીસ સ્ટેશનમાં બકરીઓ ચરાવવા આવેલા સાહિલ રાઠોડ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદ નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...