ખેડૂતોના પાકને ભારે નુકસાન:કડીમાં એક ગામે ખેડૂતોનો ઉભો પાક બળીને ખાખ; હવા પ્રદુષણના કારણે પાક બળીને ખાખનો ખેડૂતોનો આક્ષેપ

કડી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કડી તાલુકા તેમજ શેહેરની અંદર અનેક કેમિકલ યુક્ત કંપનીઓ આવેલી છે. જેમાં કેટલીક વાર કંપનીઓ દ્વારા ઝેરી હવા પ્રદુષણ કરાતાં અનેક વખત લોકોને બીમારીઓ તેમજ ગળામાં દુખાવો, આંખ ભરાવી જેવી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે. ત્યારે કડીમાં ઇન્દ્રાડ તાલુકાના ગામે ખેડૂતો દ્વારા ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેલો ઉભો પાક બળીને ખાખ થઈ જતા ખેડૂતોને નુકસાનીનો વેઠવાનો વારો આવ્યો છે.

કડી તાલુકાના ઇન્દ્રાડ ગામની સિમમાં છેલ્લા કેટલાક દિવસથી કેમિકલ યુક્ત કંપનીઓ દ્વારા ઝેરી ગેસ તેમજ પ્રદૂષણ છોડવાના કારણે ઇન્દ્રાડની સીમમા ગામના જ અને આજુબાજુના ગામના ખેડૂતો દ્વારા ખેતરમાં વાવેલો પાક બળીને ખાખ થઈ ગયો હતો. જ્યાં ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં કપાસ તેમજ એરંડા જેવો પાક વાવેલો હતો. હવા પ્રદુષણના કારણે 25 વીઘાથી વધુ ખેતરોમાં ઉભો પાક બળીને ખાખ થઈ જતાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો પડી રહ્યો છે.

કડી તાલુકાના ઇન્દ્રાડ ગામના રસિકજી ઠાકોરજી ખેડૂત સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, તેમના ખેતરમાં વાવેલા એરંડા બળી ગયા છે અને પ્રદૂષણના કારણે આ બધુ થયું છે. તેવું તેમણે જણાવ્યું હતું. અમે અગાઉ સરકારને રજૂઆત કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી અને ખેતરની અંદર ઉભા લીમડા પણ બળી જાય છે તે ભેંસો પણ ખાતી નથી. ગામના બીજા ખેડૂતે કહ્યું હતું કે, ખેતરમાં વાવેલા લીલા શાકભાજીને પણ નુકસાન થાય છે અને આજુબાજુની કંપનીઓ દ્વારા પ્રદૂષણ છોડવાના કારણે અમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે અને અમે ટૂંક સમયની અંદર કલેક્ટરને પણ રજૂઆત કરીશું

અન્ય સમાચારો પણ છે...