તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૂંટ:કરણનગરની મહિલાને માર મારી ચાંદીનાં કડલાં લૂંટી લીધાં

કડી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડસર, બોરીસણા બાદ કડીની મહિલા પર હુમલો
  • ખેતરમાં એકલી કામે જતી મહિલાઓમાં ભય

કલોલના વડસર અને બોરીસણા બાદ સોમવારે કડીના કરણનગર ગામે ખેતરમાં કામે ગયેલી મહિલા પર હુમલો કરી લુટારુ ચાંદીના કડલા લૂંટી ફરાર થઈ ગયા હતા. મહિલાને કડી બાદ વધુ સારવાર માટે મહેસાણા ખસેડાઈ હતી. કડી પોલીસે મહિલાના પતિના નિવેદન આધારે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

કરણનગર ગામે પરામાં રહેતા મહેશજી ચેલાજી ઠાકોર ખાનગી કંપનીમાં નોકરી કરી અને પત્ની કોકીલાબેન ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સોમવારે રાબેતા મુજબ કોકિલાબેન (35) ગામથી વામજ તરફ જવાના માર્ગે તેમના ખેતરે કામે ગયા હતા, ત્યારે બપોેરના સમયે ખેતરમાં એકલતાનો લાભ ઉઠાવી અજાણ્યા શખ્સોએ કોકિલાબેનને માથા તથા શરીરના ભાગે માર મારી લોહીલુહાણ કરી નાખ્યા હતા અને શરીરે પહેરેલા ચાંદીનાં કડલાં લૂંટી ફરાર થઈ ગયા હતા.

બપોરના બે વાગ્યા સુધી કોકિલાબેન ઘરે ન આવતાં પરિવારજનો ચિંતામાં મૂકાયા હતા અને તેમના દિયર સુરેશભાઈ ખેતરમાં તપાસ કરવા જતાં ભાભી કોકિલાબેન લોહીલુહાણ ગંભીર હાલતમા બેભાન અવસ્થામા પડેલા જોઈ બૂમાબૂમ કરી મુકી હતી.તાત્કાલિક મહિલાને કડીની ભાગ્યોદય હોસ્પિટલમા પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ વધુ સારવાર માટે મહેસાણ લાયન્સ હોસ્પિટલમા ખસેડાયા હતા.કડી પોલિસને બનાવની જાણ થતા કડી પીઆઈ બી ડી ગોસ્વામી હરકતમા આવી ઘટના સ્થળની મુલાકાત કરી હતી.બીજી તરફ પીએસઆઈ દેસાઈ એ મહેસાણા હોસ્પિટલમા જઈ ભોગ બનનાર મહિલાના પતિ મહેશજી ઠાકોરના નિવેદન આધારે અજાણ્યા લૂંટારૂઓ સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...