અંગત અદાવતમાં હુમલો:કડીના સોનવડ પાસે 'તમે લોકોએ ખોટો કેસ કરેલો છે' તેવું કહીને, યુવાન પર પતિ, પત્નીએ છરી વડે હુમલો કર્યો

કડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કડી તાલુકાના કોલાદ સોનવડ વચ્ચે નજીવી બાબતમાં અને અદાવત રાખીને યુવાન પર છરી વડે હુમલો કરાતાં યુવાનને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બાવલુ પોલીસે પતિ પત્ની ઉપર ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

કડી તાલુકાના સોનવડ ગામે રહેતા જેસંગજી ઠાકોર કે પોતે ખેતી કરીને પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. કોલાજ ગામે કાળકા માતાજીનો ગરબો હોવાથી જેસંગજી ઠાકોર અને તેમના કુટુંબી ભાઈ પોતાની માલિકીનું બાઈક લઈને રાત્રિ દરમ્યાન જોવા માટે નીકળ્યાં હતાં. જ્યાં સોનવડ અને કોલાદની વચ્ચે આવેલા એચ.પી ગેસ એજન્સી પાસે પહોંચતા તેમના જ ગામના બચુજી ઠાકોર અને તેમના પત્ની ઊભાં હતાં અને જેસંગજીને હાથ લાંબો કરીને ઉભા રાખીને કહ્યું હતું કે, તમે લોકોએ અગાઉ અમારી ઘરે રહેતા અલ્પેશ ઠાકોર ઉપર ખોટો કેસ કર્યો છે. તેવું કહીને મન ફાવે તેમ ગાળાગાળી કરવા લાગ્યા હતા.

તે દરમ્યાન જેસંગજી ઠાકોરે કહ્યું કે, આ બાબતે હું કંઈ જાણતો નથી. તમે મારી સાથે ચર્ચાઓ કરશો નહીં મને જવા દો મારે મોડું થાય છે. તેમ કહેતા જ બચુજી ઠાકોરે પાસે રહેલી છરી વડે જેસંગજી પર હુમલો કર્યો હતો. જ્યાં બચુજી ઠાકોરની પત્નીએ પણ જેસંગજી ઠાકોર ઉપર ગડદાપાટુંનો માર મારતા જોડે રહેલા તેમના ભાઈએ મારમાંથી બચાવ્યાં હતાં અને હુમલાખોર પતિ-પત્ની ત્યાંથી ભાગી છૂટ્યા હતા.ઇસમને ઇજાઓ પહોંચતા તેઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બાવલુ પોલીસે બે ઇસમો વિરુધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...