લૂંટ:થોળના એક્ટિવાચાલકને ચપ્પુ બતાવી સોનાનો દોરો લૂંટી લીધો

થોળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ રોડ પર મિત્રના ફાર્મમાં જતા હતા ત્યારે લૂંટાયા
  • ​​​​​​​એક શખ્સે એક્ટિવાની ચાવી ફેંકી દીધી, બીજાએ લૂંટ ચલાવી

કડી તાલુકાના થોળના એક એક્ટિવા સવારને રોકી બાઈક પર આવેલા બે શખ્સોએ ચપ્પુ બતાવી સોનાના દોરાની લૂંટ ચલાવતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.થોળ ગામે રહેતા પટેલ ચેતનભાઈ બાબુભાઈ પાર્લર ચલાવે છે. જે શુક્રવારે સાંજે 7 વાગ્યાના સુમારે થોળથી અમદાવાદ જવાના રોડ પર આવેલા મિત્રના ફાર્મમાં જતા હતા,

ત્યારે ઓએનજીસી રોડ પર એક્ટિવા સવાર 2 શખ્સોએ ઊભા રખવી અને કહેલ કે ક્યાં જાય છે તેમ કહી એક શખ્સે બાઇકની ચાવી કાઢી ફેંકી દીધી અને બીજા શખ્સે ચેતનભાઈના ગળામાં રહેલો સોનાનો દોરો તોડી ચપ્પું બતાવી અને કહેલ કે તારી પાસે જે હોય તે અપી દે ત્યારે તેમના પાકીટમાં રહેલા રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા. આ અંગે ચેતનભાઈએ બાવલું પોલીસમાં રૂ.14,200ના એક તોલા સોનાના દોરાની લૂંટની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...