તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:કારનો કાચ તોડી ગઠિયો સવા લાખ ભરેલી બેગ તફડાવી ગયો

કડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કડીના લક્ષ્મીપુરા (નંદાસણ)ના પાટિયે ડિસન્ટ કંપની આગળ પાર્ક કારમાં ચોરી, લેબર કોન્ટ્રાક્ટર મજૂરોને પગાર ચૂકવવા આવ્યા હતા

મહેસાણા- અમદાવાદ હાઈવે સ્થિત નંદાસણ નજીક લક્ષ્મીપુરાના પાટિયે ડિસન્ટ કંપની આગળ પાર્ક કરેલી કારનો કાચ તોડી રૂ.1.26 લાખ ભરેલી બેગ અજાણ્યા શખ્સો તફડાવી જતાં દોડધામ મચી ગઈ હતી. નંદાસણ પોલીસે ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. કડીના લક્ષ્મીપુરા (નંદાસણ) ગામના રજનીકુમાર અમરતભાઈ પટેલને લક્ષ્મીપુરા પાટિયા પાસે આવેલી ડિસન્ટ કંપનીમાં લેબર કોન્ટ્રાકટ ચાલતો હોઇ સોમવારે કામદારોને પગાર કરવા માટે કાર (જીજે 02 સીએલ 0743)માં રૂ.1,26,000 બેગમાં મૂકી કંપનીમાં ગયા હતા.

સાંજના 4 વાગે કંપનીમાથી પરત આવ્યા ત્યારે કારના આગળના દરવાજાનો કાચ તૂટેલો હતો અને અંદર મૂકેલી રૂ.1.26 લાખ ભરેલી બેગ ન દેખાતાં તેઓ ચોંકી ગયા હતા. તેમણે આસપાસ તેમજ પરિચીતોને ફોન કરતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આસપાસમાં ડિસન્ટ લેમીનેટ કંપનીના સીસીટીવી કેમેરા પણ દેખાતા નહોતા. આ ઘટના અંગે રજની કુમાર પટેલે નંદાસણ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તેમના નિવેદન આધારે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...