2022 ની ચૂંટણીમાં વિદેશી દારૂની રેલમછેલ થાય તે પહેલાં જ કડી પોલીસે અડધા કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો હતો. કડીના બલાસર ગામ પાસે આવેલ બંધ શારદા ઓઈલ મીલમાં ગત રાત્રિએ વિદેશી દારૂનું કટીંગ થઈ રહ્યું છે, તેવી બાતમી હકીકતના આધારે પોલીસે રેડ કરીને ₹.48 લાખ 29 હજારનો વિદેશી દારૂ ઝડપીને 13 ઈસમોની ધરપકડ કરી હતી.
કડીમાં મસમોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી દ્વારા 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કડી શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા સારુ સુચના આપેલી જે અંતર્ગત કડી પોલીસ સ્ટેશનના પી.આઈ એન.આર પટેલ સહિતનો પોલીસ સ્ટાફના માણસો કડી શહેરમાં વિધાનસભાની ચૂંટણીને લઇને અલગ અલગ વિસ્તારોમાં વાહન ચેકિંગ તેમજ રાત્રિ પેટ્રોલીંગ કરી રહ્યાં હતાં.
ગોંળના ગોડાઉનમાં સંતાડેલો હતો વિદેશી દારૂનો જથ્થો
આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને કડી પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા ડી સ્ટાફના PSI જે એમ મૌલિકકુમાર, સુહાસ કુમાર, જયદેવસિંહ સહિતના પોલીસ સ્ટાફના માણસો કડી દેત્રોજ રોડ ઉપર આવેલ બલાસર નર્મદા કેનાલ ઉપર પહોંચતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, બલાસર ગામની સીમમાં આવેલ બંધ શારદા ઓઈલમીલના અંદર ગોળના ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે અને વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું છે. જેના આધારે પોલીસે કોર્નર કરીને જળ વાળી જગ્યા ઉપર રેડ કરી હતી.
અમદાવાદથી બુટલેગરો દારૂ લેવા કડી પહોંચ્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કડી પોલીસે બુટલેગરો ઉપર તવાઈ બોલાવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિદેશી દારૂની રેલમછેલ થાય તે પહેલાં જ બુટલેગરો સહિત અડધા કરોડનો વિદેશી દારૂનો જથ્થો કડી પોલીસે બલાસર સીમમાં આવેલ બંધ શારદા ઓઈલમીલના ગોળના ગોડાઉનમાંથી ઝડપી પાડ્યો હતો અને વિદેશી દારૂનું કટીંગ થાય તે પહેલા જ કડી પોલીસ સ્થળ ઉપર ત્રાટકતાં બુટલેગરો સ્તબ્ધ રહી ગયાં હતાં અને મોટા ભાગના વિદેશી દારૂ લેવા આવેલ બુટલેગરો અમદાવાદના હતા.
74 લાખ 69 હજારનો વિદેશી દારૂ તેમજ મુદ્દામાલ ઝડપાયો
કડી પોલીસે બલાસર સીમમાં આવેલા બંધ શારદા ઓઈલ મીલમાંથી 9658 વિદેશી દારૂની બોટલ જેની કિંમત રૂ. 46 લાખ 29 હજાર તેમજ વિદેશી દારૂ લેવા આવેલા વાહનો ટ્રક, આઈ 20, રીક્ષા, બાઈક, મોબાઈલ સહિત કુલ રૂ.20 લાખ તેમજ ગોળ 28,500 ગોળ જેની કિંમત રૂ. 5 લાખ 70 હજાર એમ કુલ કિંમત રૂ 74 લાખ 69 હજાર 400નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરીને ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ઝડપાયેલા બુટલેગરો
ફરાર આરોપી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.