એક વર્ષથી ફરાર ગુનેગાર ઝડપાયો:બાવલુમાં પ્રોહિબીશનના ગુનામાં 1 વર્ષથી નાસતા ફરતા આરોપીને ગોઝારિયા પોલીસે ઝડપી પાડ્યો

કડી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડી તાલુકાના બાવલું પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં 1 વરસથી નાસતા ફરતા આરોપીને લાંઘણજ પોલીસે ગોઝારીયા પાસેથી ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. કડી તાલુકાના બાવલું પોલીસ સ્ટેશનમાં 2021માં પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો હતો. જે આરોપી છેલ્લા એક વર્ષથી અલગ અલગ જગ્યાએ નાસતો ફરતો હતો.

જે દરમિયાન મહેસાણા જિલ્લાના પોલીસ વડાએ જિલ્લામાં પ્રોહિબિશન તેમજ જુગારની લગત અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સુચના આપી હતી. જે અંતર્ગત લાંઘણજ પોલીસ સ્ટેશન PSI એસ.બી ઝાલાની સુચનાથી પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં. જે દરમિયાન પોલીસ સ્ટાફના માણસોને ખાનગીરાહે સૂચના મળી હતી કે કડી તાલુકાના બાવલું પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી સુરેશ મારવાડી રહે લાલોડા તાલુકો ઈડર જે હાલ ગોઝારિયા સરદાર પટેલ સર્કલ પાસે ઉભેલ છે. જે બાતમીની પોલીસે ખરાઈ કરીને છેલ્લા 1 વર્ષથી નાસતો ફરતો આરોપી સુરેશ મારવાડીને ઝડપી પાડયો હતો. કડી તાલુકાના બાવલું પોલીસ મથકે સોંપવાની કામગીરી લાંઘણજ પોલીસે હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...