તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:કડીના સિંધીવાડામાં સોનાના દાગીના, રોકડ મળી 3.90 લાખની મત્તાની ચોરી

કડી13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • દીકરીના લગ્ન પ્રસંગે ચોરી થતાં ચકચાર, મકાનના પાછળના દરવાજાથી ઘરમાં ઘૂસી ટંકમાં મૂકેલા 9 તોલા દાગીનાની ચોરી

કડીના કસ્બા સ્થિત સિંધીવાડામાં પરિવાર રાત્રે સૂઈ ગયા બાદ કોઈ શખ્સ પાછળના દરવાજાથી ઘરમાં ઘૂસી ટંકમાં મૂકેલ દીકરીના 9 તોલાના સોનાના દાગીના તથા રોકડ મળી કુલ રૂ.3.90 લાખની મત્તાની ચોરી કરી લઈ જતા કડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કડી શહેરના કસ્બા સ્થિત સિન્ધીવાડામાં રહેતા બેલીમ મહંમદયુસુફ ભાઈમીયાની દીકરી ઈસરતબાનુના ગત 29 માર્ચના રોજ લગ્ન હતા.જેથી ઘરમાં સગા સંબંધી આવેલા હતા. મંગળવારે રાતે મહેમાનો અને ઘરના સભ્યો રાત્રે સૂઇ ગયા હતા.

તે દરમિયાન કોઈ શખ્સ ઘરના પાછળના દરવાજેથી ઘરમાં ઘૂસીને ટંકનું તાળુ તોડી દીકરી અને બહેનનો 3 તોલા સોનાનો હાર, 2 તોલાનો દોરો,ઝુમ્મર,કાનની સાંકડી, કાનની એરીંગ સહિતના નવ તોલા સોનાના દાગીના રૂ.3.70 લાખના તથા રોકડા રૂ.20 હજાર મળી કુલ રૂ.3.90 લાખની મત્તાની ચોરી ગયાનું બુધવારે વહેલી સવારે માલુમ પડતા ઘરના સભ્યો સહિત સગા સંબંધીઓને પૂછપરછ કરતા કોઈ ભાળ મળી નહો તી.જે મામલે બુધવારે પોલીસને જાણ કરતાં પોલીસે બેલીમ મહંમદયુસુફની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો