ટ્રેક્ટર કેનાલમાં ખાબક્યું:કડીના ઘુઘલા ગામે ટ્રેક્ટરનું સ્ટેરીંગ બે કાબુ થતા ડિવાઈડરને અથડાવી ટ્રેક્ટર પડ્યું માઇનોર કેનાલમાં, યુવાનનું મોત નીપજ્યું

કડી14 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડી તાલુકાના ઘુઘલાથી સેદરડી જતી માઇનોર કેનાલમાં ટ્રેક્ટર ખાબકતા એક યુવકનું મોત નિપજ્યું. બાવલુ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.

કડી તાલુકાના ઘુઘરા ગામે રહેતા વિક્રમજી ઠાકોર કે જેઓ ખેતીવાડીનો વ્યવસાય કરીને પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. જેવો બપોરના સમયે તેમના જ ગામમાં આવેલી રબારી લાલજીભાઈના ખેતરમાં ઘઉં વાવેલ હોવાથી તેઓ પાણી પીવડાવવા માટે ગયા હતા. તેમની સાથે તેમનો ભાણો દિલીપજી ઠાકોર જેનું મૂળ વતન મૂલસણાજે તે પણ મામા સાથે ખેતરમાં આવ્યો હતો.

જે દરમિયાન ખેતરને અડીને જતી નર્મદા માઇનોર કેનાલ કે જે સેદરડી તરફ જઈ રહી છે. જ્યાં ટ્રેક્ટર નંબર GJ 2 AC 0867 પડ્યું હતું અને જેમાં ચાવી લગાવેલી હતી. જ્યાં દિલીપજી ઠાકોર ટ્રેક્ટરની સીટ ઉપર બેસીને ચાવી આપીને ટ્રેક્ટર સેદરડી તરફ જતી નર્મદા કેનાલ પાસેથી પસાર કરી રહ્યો હતો. જે દરમિયાન તેઓનું સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ટ્રેક્ટર માઇનોર કેનાલ ઉપર લગાવેલ ડિવાઈડરને અથડાઈને નર્મદા કેનાલમાં ખાબક્યું હતું.

આ ઘટનાની જાણ થતા તેમના મામા સહિત આજુબાજુના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને ટ્રેક્ટરના નીચે દટાઈ ગયેલ દિલીપજી ઠાકોરને બહાર કાઢયો હતો. જે બાદ તેને કડીની ભાગ્યદય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું કરુણ મોત નિપજ્યું હતું. જે બાદ ઘટનાની જાણ પોલીસને થતા બાવલુ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...