રૂપાલની પલ્લી જેવો જ મહિમા ધરાવતા કડીના ખાવડ ગામનો શક્તિ માતાજીનો પરંપરાગત માંડવી મહોત્સવ સોમવારે સાંજે ધામધૂમથી ઊજવાયો હતો. ગામના બંને બાજુએ મહાકાળી અને સકેત માતાની તસ્વીરો ઉપરાંત 111 જેટલી કાંસાની થાળી ઓ સાથે કલાત્મક રથ વાજતે-ગાજતે પરંપરાગત માંડવી નીકળી હતી. જેમાં મા કાળકાનો વેશ ધારણ કરી અને સળગતી સઘડી સાથે નાયકો જોડાયા હતા.
માંડવી ગામમાં પરિભ્રમણ કરી બે કિમી દૂર ઘુઘલેશ્વર મહાદેવ મંદિરે પહોંચી હતી. આ પ્રસંગે મૈયાના જયજયકારથી માહોલ ભક્તિમય બની ગૂંજી ઊઠ્યો હતો. ગામના અગ્રણી અને કડી એપીએમસીના ડિરેક્ટર જીવણભાઈ પટેલે જણાવ્યું કે, વર્ષો પહેલા મહાકાળી માતાજીના પરમભક્ત પોપા પટેલ બહુચરાજી નજીકના ગામેથી અહીં આવીને વસ્યા હતા. તેમની સાથે માં આદ્યશક્તિને પણ લાવ્યા હતા અને તે સમયે માતાજીના રથ સાથે માંડવી કાઢવી તેવો નિર્ધાર કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.