તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • Flower Showers On Coro's Warriors On One Side, Head scratching Kadi Police On The Other Hand: Kadi Police Sold Liquor With Bootleggers In The Lockdown!

કોણ બુટલેગર, કોણ પોલીસ?:લોકડાઉનમાં કડી પોલીસે બુટલેગર સાથે મળી દારૂ વેચ્યો! ગાંધીનગર પોલીસને ઢગલો ખાલી ખોખાં મળ્યાં

કડી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
કેનાલમાં દારૂની શોધખોળ
 • દારૂની ગંધ ગાંધીનગર પહોંચતાં રેન્જ આઈજીના ધામા
 • એકબાજુ કોરોના વોરિયર્સ ઉપર પુષ્પવર્ષા, બીજીબાજુ કડી પોલીસની માથું ઝુકી જાય તેવી હરકતથી હડકંપ મચ્યો
 • પીઆઈ, પીએસઆઈ સહિત પોણા ભાગનો પોલીસ સ્ટાફ ભૂગર્ભમાં ઉતર્યો
 • ગાંધીનગર એસપીને તપાસ સોંપાઇ, કેનાલની ઝાડીમાંથી વિદેશીદારૂની ખાલી પેટીઓ-ખોખા મળ્યા

લોકડાઉનની પરિસ્થિતિમાં એકબાજુ કોરોના વોરિયર્સ બની ફરજપરસ્ત પોલીસ ઉપર લોકો પુષ્પવર્ષા કરી રહ્યા છે. તો બીજીબાજુ કડી પોલીસની હરકતથી સમગ્ર પોલીસબેડાનું માથુ શરમથી ઝુકી ગયું છે. લોકડાઉનના કારણે વિદેશીદારૂની ઊભી થયેલી તંગીમાં ખુદ કડી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જ બુટલેગરો સાથે મળી પોલીસ સ્ટેશનમાંથી દારૂનો વેપાર માંડ્યો હતો. જેની ગંધ છેક ગાંધીનગરમાં આવતાં ડીઆઇજીની સૂચના આધારે ગાંધીનગર પોલીસે રેડ ઓચિંતી તપાસ હાથ ધરતાં પોલીસબેડામાં અફડાતફડી મચી ગઈ હતી અને દારૂનો વેપલો કરવામાં સામેલ પોલીસના પગ નીચેથી ધરતી સરકી ગઇ હતી. પોલીસ-બુટલેગર ભાઇ-ભાઇનો આ મુદ્દો આજે મહેસાણા સહિત રાજ્યભરની પોલીસમાં ચર્ચાસ્પદ બન્યો હતો. લોકડાઉનમાં કડી પોલીસે  સ્થાનિક બુટલેગરો સાથે મળી કડી પોલીસ સ્ટેશનમાંથી જ વિદેશી દારૂનો વેપાર શરૂ કર્યો હતો. જે અંગેની બાતમી આધારે બુધવારે સાંજે ગાંધીનગર પોલીસે કડી પોલીસ સ્ટેશનમાં સરપ્રાઈઝ ચેકિંગ બાદ મામલો પ્રકાશમાં આવ્યો હતો. ત્યાર બાદ કડી પોલીસે બુટલેગરો સાથે મળી વધારાનો મુદ્દામાલ સગેવગે કરી દીધો હતો.
પીઆઈ દેસાઈ અને પીએસઆઈ પટેલ સંપર્ક વિહોણા
લોકડાઉનમાં રિક્વિઝિટ કરેલી ગાડીઓમાં પોલીસે પોલીસ સ્ટેશનથી પાંચ કિમી દૂર નરસિંહપુરા કેનાલમાં દારૂની પેટીઓ ફેંકી દીધી હોવાનું રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા અને ગાંધીનગર એસપી મયુરસિંહ ચાવડાની તપાસ દરમિયાન ખુલતાં તેમના આદેશને પગલે પોલીસે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમના તરવૈયાની મદદથી નરસિંહપુરા નર્મદા કેનાલમાંથી દારૂ શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે. દરમિયાન, કેનાલ નજીક બાવળની ઝાડીઓમાંથી વિદેશી દારૂની ખાલી પેટીઓ અને ખોખા મળી આવતાં પોલીસે કબજે કર્યા હતા. બીજીબાજુ, દારૂની તપાસનો ધમધમાટ શરૂ કરતાં કડી પીઆઈ દેસાઈ અને પીએસઆઈ પટેલ સંપર્ક વિહોણા બની જતાં તર્ક વિતર્ક ખડા થયા છે. દરમિયાન, મહેસાણા એસપી મનિષસિંઘે જણાવ્યું કે, મેં ધ્યાને આવતાં આઇજીનું ધ્યાન દોર્યું હતું. તેમણે મને તપાસ કરવા કહ્યું, પણ તટસ્થ તપાસ થાય તે માટે મેં જ થર્ડ પાર્ટીને સોંપવા કહ્યું હતું. તપાસમાં કસુરવાર જણાશે તે તમામ સામે ચોક્કસ પગલાં લઇશું.

પોલીસ સામે આક્ષેપોની તપાસ ચાલુ છે 

દારૂના વેચાણમાં પોલીસ સામે આક્ષેપો સાથેની ફરિયાદ મળી હતી. જેની તપાસ હાલમાં ચાલુ છે. દારૂ કેનાલમાં નાખ્યાની તપાસ માટે ફાયર બ્રિગેડની મદદ લેવાઇ છે, પણ હજુ સુધી કંઇ મળ્યું નથી. - મયુરસિંહ ચાવડા, એસપી ગાંધીનગર

દારૂનાં ઢગલો ખાલી ખોખાં મળ્યાં
દારૂનાં ઢગલો ખાલી ખોખાં મળ્યાં

કડી પોલીસ દ્વારા બુટલેગર સાથે મળીને દારૂનો વેપાર કરાયો હોવાની તપાસ ગાંધીનગર એસપીને સોંપાઇ છે. ઝાડીમાંથી દારૂના ખાલી ખોખા અને પેટીઓ મળી આવતાં પોલીસે નરસિંહપુરા કેનાલમાં દારૂ ફેંકી દીધો હોવાની શંકા આધારે ફાયરબ્રિગેડની મદદથી શોધખોળ હાથ ધરી હતી. જોકે, દારૂ હાથ લાગ્યો ન હોવાનું જાણવા મળ્યું છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો