કડીના કૈયલા ગામે છેલ્લા ઘણા વર્ષોથી કૈયલ ગામને જોડતા 5 રોડ બીસ્માર હાલતમાં હોવાથી ગામજનો સહિત વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. ત્યારે હવે 3 રોડ મંજુર થયા છે.
કૈયલ ગામને જોડતા કૈયલ-નંદાસણ, કૈયલ-ગણેશપુરા કૈયલ-વડપુરા, કૈયલ- આનંદપુરા અને કૈયલ-શેઢાવી રોડ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં હોવાથી ગામજનો સહિત વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. આ રોડ- રસ્તાઓ પર અવારનવાર વાહનમાં પંચર પડવા, પટકાવવાના તેમજ અકસ્માતના બનાવો પણ બને છે. ત્યારે હવે 3 રોડ મંજુર થયા છે અને ટૂંક સમયમાં વર્ક ઓર્ડર આપ્યા બાદ રોડનું કામ શરૂ થઇ જશે. જેથી વાહનચાલકો અને ગામજનોને પડતી તકલીફો એકંદરે દૂર થશે.
કડી માર્ગ અને મકાન વિભાગના એ.એ.ઈ કુંદનભાઈને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, કૈયલ-ગણેશપુરા, કૈયલ-શેઢાવી અને કૈયલ- આનંદપુરા રોડ મંજુર થયા છે અને જોબ નંબર પણ પડી ગયા છે. હવે તેનો વર્ક ઓર્ડર ટુંક સમયમાં આપ્યા બાદ રોડનું કામકાજ શરૂ થશે. જ્યારે કૈયલ-નંદાસણ અને કૈયલ-વડપુરા રોડ હજુ મંજુર થયા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.