તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:નંદાસણ પાસે લક્ઝરીની ટક્કરે રિક્ષા પલટતાં સસરા અને પુત્રવધૂનું મોત

કડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકો સહિત 5ને ઈજા થતાં કલોલ ખસેડાયા, લકઝરીચાલકની અટકાયત

અમદાવાદમાં રહેતો પરિવાર વતન ચાણસ્માના રૂપપુર ગામે માતાજીની ધજા ચઢાવી પરત જતો હતો ત્યારે મહેસાણા- અમદાવાદ હાઈવે પર નંદાસણ નજીક ચડાસણા પાટિયે સોમવારે સાંજે લકઝરીની ટક્કરે રિક્ષા પલટી ખાતાં સસરા અને પુત્રવધૂનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે બાળકો સહિત 5ને ઈજા થઇ હતી.નંદાસણ પીઆઈ બી.કે. પટેલે જણાવ્યું કે, લકઝરી ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવાયો છે.

અમદાવાદના સાબરમતી સ્થિત ગણેશનગર ખાતે રહેતા રૂપપુરના વતની રાવળ શંભુભાઈ લક્ષ્મણભાઈ પરિવાર સાથે સોમવારે રિક્ષા (GJ 01 PY 5362)માં રૂપપુર ખાતે માતાજીની ધજા ચઢાવી બપોર પછી પરત અમદાવાદ જવા નીકળ્યા હતા. સાંજના 5 વાગે નંદાસણથી આગળ છત્રાલ તરફ જતા રોડ પર ચડાસણા પાટિયા નજીક સામેથી આવતી લકઝરી (GJ 02 XX 5959) ના ચાલકે રિક્ષાને ટક્કર મારતાં રોડની બાજુમાં ચોકડીમાં પલટી ખાઈ ગઈ હતી. જેમાં રિક્ષામાં સવાર શંભુભાઈ રાવળ અને તેમની પુત્રવધૂ આશાબેનનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે શંભુભાઈના પુત્ર, પત્ની અને પૌત્ર, પૌત્રીઓ સહિત 5ને ગંભીર ઈજા થતાં કલોલ સારવાર માટે ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...