કડી તાલુકાના નંદાસણમાં શુક્રવારે ગાડી અને બાઇક પર આવેલા 4 શખ્સોએ સંબંધ કેમ રાખે છે તેમ કહી ધારિયું અને લોખંડની પાઇપથી કરેલા હુમલામાં સરપંચને ગંભીર ઇજા પહોંચી હતી. નંદાસણ ના અનીશ ઉર્ફે સરપંચ જાકીરહુસેન સૈયદ શુક્રવારે ઘરેથી દુકાને નાસ્તો લેવા ગયા હતા.
તે દરમિયાન સ્કાયવે હોટલની બાજુમાં જાહેર રસ્તા તરફ જતી વખતે નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો ગાડીમાંથી ત્રણ શખ્સોએ આવી અનીશ ઉર્ફે સરપંચ જાકીરહુસેન સૈયદ સામે ગાડી ઉભી રાખી સજ્જાદ અલી, સદ્દામઅલી અને ઝુલપુકારે ગાડીમાંથી ઉતરી તું માંડલવાળા ઘાંચી એજીજ સાથે સંબંધ કેમ રાખે છે તેમ કહી અપશબ્દો બોલી માર મારી ધારિયા વડે હુમલો કર્યો હતો.
ત્યાં બાઇક ઉપર લોખંડની પાઇપ લઈને આવેલા સોહીલે અનીશ ઉર્ફે સરપંચને માથાના ભાગે મારતાં લોહીલુહાણ હાલતમાં કડી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બાબતે નંદાસણના સજ્જાદઅલી અયુબ અલી સૈયદ, સદામઅલી અયુબઅલી સૈયદ, ઝુલપુકાર ઉર્ફે ઝુલિયો નાસીરઅલી સૈયદ અને સોહીલ અયુબઅલી સૈયદ સામે સરપંચે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.