નિર્ણય:જમીન માપણી અને સમાન વીજદર મામલે 15મીએ કડીમાં ખેડૂતોની રેલી

કડી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
કડીમા કિસાન સંઘનો બેઠક યોજાઈ - Divya Bhaskar
કડીમા કિસાન સંઘનો બેઠક યોજાઈ
  • કડી તાલુકા ભારતીય કિસાન સંઘની બેઠકમાં નિર્ણય કરાયો
  • મામલતદારને આવેદનપત્ર આપી બેઠકમાં પ્રતીક ધરણાં કરશે

કડી તાલુકા ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ 300 જેટલા ખેડૂતો જમીન રીસર્વે અને સમાન વીજદર મામલે 15 જૂને નાનીકડી સ્થિત અયોધ્યાધામ રામજી મંદિરથી રેલી કાઢી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી બે કલાક પ્રતીક ધરણાં કરશે.

કડી તાલુકા ભારતીય કિસાન સંઘની બેઠક મળી હતી. જેમાં મહેસાણા ડીએલઆર વિભાગની રગશિયા ગાડા જેવી કામગીરીને લઇ ખેડૂતો જમીન રીસર્વે મુદ્દે ત્રાહિમામ પોકારી ગયા છે. તેમજ સમાન વીજદર મામલે અનેક વખત રજૂઆત કરવા છતાં કંઈ પરિણામ ન મળતાં અંતે ખેડૂતો આકરા પાણીએ થયા છે.

કડી તાલુકા ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ તાલુકાના 300 ઉપરાંત ખેડૂતો 15 જૂને નાનીકડી સ્થિત અયોધ્યાધામ રામજી મંદિરથી રેલી કાઢી મામલતદાર કચેરીએ પહોંચશે. મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરી સવારે 11 થી 1 સુધી 2 કલાક ધરણાં યોજી જમીન રીસર્વે અને સમાન વીજદરની લડતને ઉગ્ર બનાવશે તેમ કડી તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ પ્રવિણભાઈ પટેલ અને મંત્રી હસમુખભાઈ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...