વિદાય સમારંભ:કડી PIની ACB અમદાવાદ ખાતે બદલી થતા વિદાય સમારંભ યોજાયો, PI પર ગુલાબ વર્ષા થતાં ભાવુક બન્યાં

કડી24 દિવસ પહેલા

કડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં PI ડી.બી ગૌસ્વામીની ACB અમદાવાદ ખાતે થોડા દિવસો અગાઉ બદલી થતાં તેઓ નોકરી પોલીસ સ્ટેશનમાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જ્યાં પીઆઈ વિદાય લેતી વખતે ભાવુક બન્યાં હતાં.

કડી પોલીસ સ્ટેશનના પીઆઇ ધર્મિષ્ઠા ગૌસ્વામીની બદલી થતાં તેઓનું આજે વિદાય સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો. ગૌસ્વામી છેલ્લા દોઢ વર્ષથી કડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. કડીમાં પીઆઈ ધર્મિષ્ઠા ગૌસ્વામી દ્વારા ચોરી, મર્ડર, લૂંટ જેવા નાના મોટા ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે. કડી શહેર તેમજ તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેઓ સફળ રહ્યાં છે. આજે પીઆઇ ડીબી ગૌસ્વામીનો વિદાય સમારંભ કડી પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં પીઆઈએ દરેક પોલીસકર્મીઓનો સાથ અને સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસકર્મીઓએ શાલ ઓઢાડીને સન્માન પણ કર્યું હતું. પીઆઈના વિદાય સમારંભમાં પોલીસકર્મીઓએ ગુલાબની પાંદડીઓની વર્ષા કરી હતી. તે દરમિયાન પીઆઇ ડી.બી ગોસ્વામી ભાવુક બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...