ચાઈનીઝ દોરીના વેચાણ પર રોક:કડીમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપાર કરતો ઈસમ ઝડપાયો; પોલીસે 120 દોરીના રીલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

કડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉતરાયણના તહેવારના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કેટલાક ઈસમો મોટો નફો કમાવવા માટે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપાર કરતાં જોવા મળી રહ્યા છે. કડી શહેરની અંદર કડી પોલીસે ભાવપુરા વિસ્તારમાં આવેલી આરતી એપાર્ટમેન્ટ પાસે ચાઈનીઝ દોરીનો જથ્થો લઈને ઉભેલા ઇસમને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 120 ચાઈનીઝ દોરીના રીલ ઝડપાયા હતા અને ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે કેટલાક લોકો ચાઈનીઝ દોરીનો વેપાર કરતાં હોય છે અને જેના કારણે પશુ-પક્ષી તેમજ માનવને ભારે નુકસાન થતું હોય છે. ત્યારે જિલ્લા મેજિસ્ટર દ્વારા ઉતરાયણ તહેવાર નિમિત્તે ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. તો પણ કેટલાક ઈસમો મોટો નફો મેળવવા માટે ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપાર કરતા હોય છે. ત્યારે કડી પોલીસ પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ભાવપુરા વિસ્તારમાં આવેલા આરતી એપાર્ટમેન્ટ પાસે એક ઈસમ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના બે બોક્સ લઈને ઊભો છે.

કડી પોલીસે બાતમીના આધારે, આરતી એપાર્ટમેન્ટ પાસે રેડ કરીને કેતુલ પટેલ નામના ઇસમને ઝડપી પાડ્યો હતો અને જેની પાસેથી બે બોક્સ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના બોક્સ જપ્ત કર્યા હતા. જેની અંદર 120 રીલ ચાઈનીઝ દોરીના મળી આવ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી ચાઈનીઝ દોરીનો રૂ. 24 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને કેતુલ પટેલ નામના શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...