વિજળી પડતા મકાનમાં તિરાડો પડી:કડીમાં મકાન પર વિજળી પડતાં એલિવેશન તૂટ્યું, અનેક ઘરોમાં ઈલેક્ટ્રીક સાધનોને નુકશાન પહોંચ્યું

કડી21 દિવસ પહેલા

સમગ્ર ગુજરાતમાં શનિ અને રવિ બે દિવસ ભારે વરસાદ તેમજ સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે કડી પંથકમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદે વિરામ લીધો હતો. શનિવારે બપોર બાદ કડી પંથકમાં ભારે પવન તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો શરૂ થયો હતો.

વીજળી પડતા મકાનના એલિવેશનને નુકશાન
કડી પંથકમાં શનિવારે બપોર બાદ એકાએક પવન અને વીજળી સાથે વરસાદ શરૂ થયો હતો. ત્યારે કડી તાલુકાના નાનીકડી વિસ્તારમાં આવેલ ઉમિયા ધામ સોસાયટીમાં રહેતાં દર્શનભાઈ સુથારના સત પર એકાએક ધડાકા કડાકા ભેર વીજળી પડી હતી. જેમાં ઘરના ઉપર લગાવેલ એલિવેશન પ્લાસ્ટર તૂટી ગયું હતું અને તિરાડો પડી હતી. તેમજ ઘરના ધાબા ઉપર ખાડો પડી ગયો હતો અને ઉમિયાધામ સોસાયટીમાં વીજળી પડવાની ઘટનાથી અનેક ઘરોમાં પંખા, ટીવી, ફ્રીજ જેવી ચીજવસ્તુઓને નુકસાન થયું હતું.

સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી
હાલ ઉમિયાધામ સોસાયટીમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. બાજુની રઘુકુલ સોસાયટીમાં રહેતા જનકભાઈ સાધુના ઘર ઉપર વીજળીનાં વાઇબ્રેશનથી ઘરના ઉપર લગાવેલ એલિવેશન તૂટીને નીચે પડી ગયું હતું. જ્યારે બન્ને સોસાયટીમાં વીજળીની ઘટના બનતા લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. જ્યારે ઘટનાની જાણ મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત ખાતે પણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...